અમરેલી

શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં એન.એસ.એસ. વિભાગ દ્વારા સમૂહ સફાઈ કાર્યક્રમ યોજાયો.

 નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં તારીખ ૨૩/૮/૨૦૨૩ ના રોજ એન.એસ.એસ વિભાગ દ્વારા વન-ડે કેમ્પ અંતર્ગત સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સ્વયંસેવિકાઓએ ખૂબ ઉત્સાહ અને મહેનતથી કોલેજનું બિલ્ડીંગ,મેદાન, લાયબ્રેરી,પ્રાર્થના હોલ વગેરેની સઘન સફાઈ કરી હતી. કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી પ્રો.ડી. એલ.ચાવડા સાહેબ પ્રોગ્રામ ઓફિસર ડો.હરિતા જોશી અને ડો.કે.પી.વાળા સાથે સ્ટાફ મિત્રો પ્રા. છાયાબેન શાહ ડો. પ્રતિમાબેન શુક્લ ડો. રુક્સાનાબેન કુરેશી પ્રા.કે.બી.પટેલ ડો. જાગૃતીબેન રાઠોડ તથા પ્યુન સ્ટાફે સક્રિય કામગીરી બજાવી કેમ્પને સફળ બનાવ્યો.

Related Posts