શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં વકૃત્વ સ્પર્ધા અને બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધાનું આયોજન
વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર થાય તે હેતુથી તારીખ ૫ – ૨-૨૪ ના રોજ શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામા વકર્તૃત્વસ્પર્ધાનું આયોજન પ્રા.ડો.હરિતાબેન જોશીએ કર્યું, જેમાં પ્રા.ડો.પ્રતિમાબેન શુક્લ તથા ખડદીયા સાહેબે નિર્ણાયક તરીકેની સેવા આપી. સ્પર્ધામાં કુલ ૧૪ બહેનોએ ભાગ લીધો, જેમાં ઝાખરા અક્ષા તથા ચૌહાણ આસિયા પ્રથમ, કુબાવત જાનવી બીજા તથા કિલજી કૃપાલી ત્રીજા ક્રમે રહ્યા.
તારીખ ૬ – ૨-૨૪ ના રોજ બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધાનું આયોજન પ્રા છાયાબેન શાહે કર્યું,જેમાં ૧૩ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. નિર્ણાયક તરીકે મન્સુરભાઈ ખેરાજ ,પ્રા. ડો. રુકશાનાબેન કુરેશી તથા પ્રા.ડો. હરીતાબેન જોષીએ ભૂમિકા ભજવી. કોલેજ બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધામાં પ્રથમ ક્રમે નિમાવત કૃપા, બીજા ક્રમે કુબાવત જાનવી તથા ત્રીજા ક્રમે જાખરા અક્ષાએ સ્થાન મેળવ્યું. બંને સ્પર્ધામાં મહેમાનનું સ્વાગત કોલેજના પ્રિન્સિપાલ ડી .એલ ચાવડા સાહેબે કર્યું .સહ આયોજક તરીકે ડો.રુકશાનાબેન કુરેશી, ડો જાગૃતીબેન રાઠોડ,પ્રા નયનાબેન કાપડિયાએ સક્રિય સહયોગ આપ્યો .સભા સંચાલન અગ્રાવત ખુશ્બુ તથા રામ પ્રસાદી સપનાએ કર્યું. પૂર્વ બેસ્ટ પર્સનાલિટી ખુમાણ વૈભવી એ બેસ્ટ પર્સનાલિટીનો તાજ વર્તમાન બેસ્ટ પર્સનાલિટીને પહેરાવ્યો. કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રિન્સિપાલશ્રી ચાવડા સાહેબ તથા સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીનીઓનો નોંધનીય ફાળો રહ્યો.
Recent Comments