અમરેલી

શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવ યોજાયો. 

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી .ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ગતરોજ તા.૧-૩-૨૪ ના રોજ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. . જેમાં અધ્યક્ષ સ્થાને મહંત શ્રી ૧૦૦૮ શ્રીમસ્તરામ બાપુ મહામંડલેશ્વર ધજડીથી હાજર રહ્યા હતા. તેમજ સાવરકુંડલા ડી.વાય.એસ. પી. હરેશ  વોરા, લીલીયા ગવર્મેન્ટ કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્રસિંહ રાઠોડ, ધજડી ગામના સરપંચ ભરતભાઈ, સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી,શ્રી નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા,મેનેજિંગ ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા, વિભાગીય ટ્રસ્ટી કનુભાઈ ગેડિયા વગેરે હાજર રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ અહીંના વિશાળ સભાગૃહમાં પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યાર બાદ દીપ પ્રાગટય વિધિ કરવામાં આવેલ. નુતન કેળવણી મંડળના ઉપપ્રમુખે મહંતનો પરિચય આપ્યો તથા ડીવાયએસપી હરેશભાઈ વોરાએ વિદ્યાર્થીનીને ઉપયોગી થાય એવુ વક્તવ્ય આપેલ, પૂજ્યશ્રી મસ્તરામ બાપુએ જીવન જીવવાની કલા વિશે તથા અષ્ટાંગ યોગ, ખોરાકની સાચી પદ્ધતિ અને જીવન ઉપયોગી સંદેશ આપ્યો હતો. તથા કોલેજમાં થયેલ શૈક્ષણિક સિદ્ધિઓ તથા સાહિત્યક  રમતગમત,સાંસ્કૃતિક ઉપરાંત નાનકડો સાંસ્કૃતિક વગેરે પ્રવૃત્તિઓમા નંબર મેળવનારને ઘેલાણી કેળવણી ટ્રસ્ટ દ્વારા ઇનામો આપવામાં આવ્યા  કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ડી એલ ચાવડા  દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ પ્રા. છાયાબેન પી શાહે કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો.પ્રતિમા એમ શુક્લ તથા ડો.કે.પી‌. વાળાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફે ઘણી જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના પ્રારંભ પહેલા ઉપસ્થિત મહેમાન તથા ટ્રસ્ટીગણ સાથે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ રંગોળી, કલાત્મક પ્રોજેક્ટ્સ વગેરે ઉપસ્થિત તમામે નિહાળીને વિદ્યાર્થીની બહેનોની કલાને બિરદાવી હતી. આમ ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો

Follow Me:

Related Posts