શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા કોલેજ સાવરકુંડલાનું ગૌરવ
શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં સંસ્કૃત વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિશેષ સિદ્ધિ મેળવનાર બહેનોમાં દુધાત માનસી જીવનભાઈ સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય નંબર મેળવે છે એપ્રિલ ૨૦૨૩ માં લેવાયેલ બીએ સેમેસ્ટર ૬ ની પરીક્ષામાં આ બહેનોએ વિશેષ સિદ્ધિ મેળવીને શ્રીમતી સરસ્વતીબેન જયંતીલાલ ભટ્ટ જુનાગઢ દ્વારા સંસ્કૃત પ્રાઈઝ મેળવે છે આ ઉપરાંત સંસ્કૃત વિષયમાં યુનિવર્સિટીમાં પાંચમા ક્રમ ઉપર આવે છે જાદવ ક્રિષ્ના જયસુખભાઈ તેને પણ શ્રીમતી સરસ્વતીબેન જયંતીલાલ ભટ્ટ જુનાગઢ સંસ્કૃત પ્રાઈઝ મેળવે છે
આ બંને બહેનોની વિશેષ સિદ્ધિ બદલ શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર ઘેલાણી ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા મેનેજિંગ ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા તેમજ વિભાગીય ટ્રસ્ટી કનુભાઈ ગેડિયા તથા સર્વે ટ્રસ્ટીઓ તેમજ શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડી એલ ચાવડા કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. પ્રતિમા એમ શુક્લ તથા પ્રા. કે બી પટેલ તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા આ બંને બહેનોએ ઉજ્જ્વળ સિધ્ધિ પ્રાપ્ત કરતાં ખૂબ જ ગૌરવની લાગણી અનુભવતાં હોય આ બંને બહેનોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Recent Comments