અમરેલી

શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા કોલેજ, સાવરકુંડલામાં ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો. 

જરાતી સાહિત્ય પરિષદ અને શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ,શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી ,જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાતી ભાષાના વિદ્વાન અદયાપક અને વિવેચક ડો.કેસર મકવાણા એ “માતૃભાષાની ગરિમા” વિષય પર મનનીય વ્યાખ્યાન આપ્યું. આ કાર્યક્રમના આયોજનના નિમિત્ત શ્રી જગદીશ ત્રિવેદીએ શ્રીદેવશંકર મહેતાની સ્મૃતિમાં સહયોગ આપ્યો ,જે સાહિત્ય પરિષદના મહામંત્રી શ્રી સમીર ભટ્ટ અને પ્રકાશ શાહના પ્રયત્નોથી યોજાયો.

કાર્યકારી આચાર્ય શ્રી ડી.એલ ચાવડા સાહેબે મહેમાનોનું સ્વાગત કર્યું. ડો. પ્રતિમાબેન શુકલે મહેમાનનો પરિચય આપ્યો. આભાર દર્શન પ્રા. છાયાબેન શાહે કર્યું. સભા સંચાલન પ્રા. ડો. હરિતાબેન જોષી એ કર્યું. કાર્યક્રમમાં શ્રી ગુણવંતભાઈ ત્રિવેદી તથા શ્રીમતી ગીતાબેન જોશીની પ્રેરક ઉપસ્થિતિ હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓનો સક્રિય સહયોગ રહ્યો.

Related Posts