શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલામાં ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થીનીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ,શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થીનીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો ,જેમાં એફ.વાય. બી.એ. તથા એસ.વાય .બી.એ.ની વિદ્યાર્થીનીઓએ ટી.વાય .બી.એ.ની વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી તથા ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થીનીઓએ કોલેજ વિષેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા.
વિદાય લેતી વિદ્યાર્થીનીઓને પ્રા .કે .બી પટેલ ,પ્રા.ડો. રુકસાનાબેન કુરેશી , પ્રા. ડો.હરીતાબેન જોશી તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ડી.એલ.ચાવડા સાહેબે શુભેચ્છા પાઠવી. કાર્યક્રમનું આયોજન પ્રા. કે. બી પટેલ તથા પ્રા.ડો. કે પી. વાળાએ કર્યું .સભા સંચાલન મોરડ ક્રિષ્ના તથા ખુમાણ વૈભવી એ કર્યું. આભાર દર્શન પ્રા.ડો .કે .પી વાળાએ કર્યું.
આઝાદી કા અમૃત મહોત્સવ તથા પંચ પ્રકલ્પ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ, ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ તથા વિમેનસેલ અને g20 ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓનું પારિતોષિક વિતરણ યોજાયું ,જેનું અનુદાન કે.સી.જી, અમદાવાદ દ્વારા મળ્યું .કાર્યક્રમને અંતે નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. સમૂહ ભોજન લઈ અને સર્વે છૂટા પડ્યા. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓનો સક્રિય સહયોગ રહ્યો.
Recent Comments