fbpx
અમરેલી

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં મામલતદાર કચેરી દ્વારા મતદાન અને ચૂંટણીકાર્ડ બાબતે કાર્યક્રમ યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં તા.૪/૧૨/૨૩ ના રોજ મામલતદાર શ્રી બારૈયા સાહેબ નાયબ મામલતદાર શ્રી જોશી સાહેબ અન્ય સાહેબો અને બી.એલ.ઓ. વગેરેની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અને ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તો ચૂંટણી કાર્ડ કઢાવી લોકશાહીના ચૂંટણી- પર્વ અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ યોજાયો, કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી ડી.એલ.ચાવડા સાહેબે મહેમાનોનું સ્વાગત અને પરિચય આપ્યાં,મહેમાનોના વ્યાખ્યાનોમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, કેમ્પસ એમ્બેસેડર કુ. ચિન્ટુ સાંગાણીએ સક્રિય રહી ફોર્મ ભરાવ્યા,સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સંપન્ન થયો, કાર્યક્રમનું સંચાલન પ્રો.ઓ.ડો હરિતા જોશીએ કરેલ હતું.

Follow Me:

Related Posts