શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા,અમરેલી ખાતે ‘‘સમર કેમ્પ’’ નું આયોજન કરવામાં આવ્યુ

• પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લાની સરકારી શાળા ના સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ સાથે જોડાયેલ વિધાર્થીઓ માટે તા.૦૯/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ દરમ્યાન શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા,અમરેલી ખાતે ‘‘સમર કેમ્પ’’ નું આયોજન કરવામાં આવ્યુ. આ કેમ્પમાં અમરેલીના તાલુકા કક્ષાએ જે સરકારી શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ કાર્યરત છે. તેવી શાળાના વિધાર્થી કુલ-૩૦૦ સાથે પોલીસ, શિક્ષકગણ પણ આ કેમ્પમાં જોડાયેલ છે.
• આ ‘‘સમર કેમ્પ’’ ના ટાઇમ-ટેબલ મુજબ ની દૈનિક પ્રવૃતિ કરાવવામાં આવે છે. જેમાં વહેલી સવારથી બાળકો પ્રભાતિયા સાથે વહેલા ઉઠી, સુર્યોદય નિહાળવું, બાદ ઝુમ્બા ડાન્સ, પરેડ, ગૃપ કવીઝ, બાળકો દ્રારા સ્વઅભિવ્યકિતી , ઉર્મિગીત, વિશિષ્ટ વ્યકિતઓનું ઉદબોધન, રોલ પ્લે, પ્રેરણાદાયક ફિલ્મ,મોક પાર્લામેન્ટ, રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, સફારી પાર્ક વિજીટ, પોલીસ હેડ કવાટર્સ અમરેલીની વિઝિટ જેમાં હથિયાર નિદર્શન, અશ્ર્વદળ વિભાગની વિજીટનું આયોજન કરવામાં આવેલ છે.
• આ ‘‘સમર કેમ્પ’’ માં બાળકો સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટના સમય-પત્રક મુજબની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઇ, હર્ષભેર આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
Recent Comments