ભાવનગર

શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય,ઠાડચમાં દીકરીઓના સ્વાસ્થ્ય અને સ્ત્રી સશક્તિકરણ માટેનો સેમીનાર યોજાયો

 ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઠાડચ માં દીકરીનું ઘર, પાલીતાણા અને ભગિની મિત્ર મંડળના સેક્રેટરી શ્રીમતી જાગૃતિબેન આચાર્ય અને મયુરીબેન શાહ આવીને દીકરીઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટેનો સેમીનારમાં હાજરી આપી મોટીવેશન પૂરું પાડ્યું હતું. દીકરીના ઘરની સાફલ્ય ગાથા રજુ કરવામાં આવી હતી. બાળકોને આગળ જતા રસોઇ અને પોતાના પગ પર ઉભા કેમ રહી શકે અને પોતે પણ બિઝનેસ કરી શકે તે માટે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે કસ્તુરબા વિદ્યાલય મોટી પાણીયાળી ના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.        સાથે શ્રીમતી મોનાબેન અમિતભાઈ શાહ , મુંબઈ જે તેઓ ધ રોટરી ક્લબ ઓફ જુહુ બીચ મુંબઈ ના ડિસ્ક ઓફિસ્યિલ છે . તેઓના સંકલનથી છેલ્લા બે વર્ષોથી આ દીકરીઓના સ્વાસ્થ્ય માટે માટે કામ કરી રહ્યા છે . તેઓના તેઓના માર્ગદર્શન અને અમેરિકા સ્થિત ડોક્ટર નરેન્દ્રભાઈ દોશીના નાણાકીય સહયોગ થી આ શાળાઓની દીકરીઓને સમગ્ર વર્ષ માટેના સેનેટરી પેડ ફ્રી આપવામાં આવ્યા હતા.

Related Posts