દામનગર સમગ્ર હિન્દૂ સંસ્કૃતિ માં ઉજવાતા દરેક તહેવારો માં જીવદયા પરમાર્થ ને અનુમોદન કરે છે શ્રવણ માસ ભાદરવી અમાસ વિશેષ મહત્વ ધરાવે છે તેમાંય પર્વચક્ર માં વિશેષ મહત્વ ધરાવતી સોમવતી ભાદરવી અમાસ જવલ્લે જ આવતી હોય છે દ્રવ્ય દાન નું પુણ્ય ખૂબ મહત્તા ધરાવે છે ભાદરવી અમાસ ના દીને સર્વ શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા પિતૃ ઓને પાણી રેડી તૃપ્ત કરવાનો અવસર પિતૃ ઓને પ્રાર્થના કરી જળ અર્પણ કરે છે શહેર ના શ્રી કુંભનાથ મહાદેવ અને શ્રી વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં પીપળે પાણી દૂધ સહિત દ્રવ્ય અર્પણ કરતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો ઓ વહેલી સવાર થી પિતૃ ઓને જળ અર્પણ કરી રહ્યા હતા ખૂબ મોટી સંખ્યા માં મંદિર પરિસર માં અતિથિ અભ્યાગત ગરીબ ગુરબા ઓને દાન દક્ષિણા અર્પણ કરી પુરી શ્રદ્ધાભાવ થી ભાદરવી અમાસ ની ઉજવણી કરાય હતી શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ સમાપન અને ભાદરવો શરૂ થતાં સોમવતી અમાસ નો યોગનું યોગ આવતા શહેર ના દરેક શિવાલય માં પિતૃ ઓને તૃપ્ત કરતા ભાવિકો યથા શક્તિ દાન દક્ષિણા દ્રવ્ય દાન કરી સંતોષ મેળવ્યો હતો
શ્રી કુંભનાથ મહાદેવ અને શ્રી વેજનાથ મહાદેવ મંદિરો માં ભાદરવી સોમવતી અમાસ પિતૃ ઓને પાણી રેડી તૃપ્ત કરતા ભાવિકો.

Recent Comments