અમરેલી

શ્રી ખોડલધામ મંદિર – નેસડી મહંત પુજ્ય શ્રી લવજીબાપુ દ્વારા સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને રૂા. ૫૧૦૦૦ નું અનુદાન

ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત શ્રી ખોડલધામ મંદિર – નેસડી (સાવરકુંડલા) મંદિરનાં મહંત પુજ્ય શ્રી લવજીબાપુ નાં નેતૃત્વમાં ચાલતી શ્રીમત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન તા. ૨૦-૧૧-૨૦૨૩ નાં રોજ પુજ્ય શ્રી લવજીબાપુ દ્વારા દર્દીનારાયણ નાં લાભાર્થે રૂા. ૫૧૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર પુરા નો ચેક હોસ્પિટલનાં મંત્રીશ્રી-બી. એલ. રાજપરા ને અર્પણ ક૨વામાં આવેલ. હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ વતિ મહંત પુજ્ય શ્રી લવજીબાપુનો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.“પૂ. ગુરુદેવ તેમને સુખ, સમૃધ્ધિ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.”

Related Posts