અમરેલી

શ્રી ગાધકડા પ્લોટ પ્રાથમિક શાળામાં AIF દ્વારા ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા તાલુકાની શ્રી ગાધકડા પ્લોટ પ્રાથમિક શાળા ખાતે અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન (A.I.F) સંસ્થા દ્વારા ચાલતા ડિજિટલ ઇક્વીલાઈઝર પ્રોગ્રામ અંતર્ગત ” દીપશાળા પ્રોજેક્ટ” અંતર્ગત ધોરણ સાતનાં તમામ ૩૫  (પાંત્રીસ) વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભરતભાઈ કાછડીયા, બાલુભાઇ બોરડ, હનુભાઈ ખુમાણ તથા A.I.F. ના કોર્ડિનેટર વિનોદભાઈ તથા વાલીશ્રીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આ તકે શાળાના આચાર્ય શ્રી પિયુષભાઈ જોષી તથા શિક્ષક શ્રી વિપુલભાઈ બોરીસાગર, ચિંતનભાઈ સુરાણી અને સમગ્ર સ્ટાફગણ દ્વારા A.I.F. ના દાતાશ્રી ભરતભાઈ દેસાઈ તથા સંવિદ વેન્સર્ચનો આભાર વ્યક્ત કર્યો.

Related Posts