ખૂબ સરસ નવી પહેલ, ધારીમાં સદ્દગતના સ્મર્ણાર્થે બિલ્વપત્રનું વૃક્ષા રોપણ, શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મૃતકના નિવાસ સ્થાને .સ્મૃતિ વૃક્ષનું વાવેતર
ધારીની અગ્રિમ સામાજીક સેવાકીય સંસ્થા શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એકદમ નવી પહેલ શરૂ કરાઈ છે ધારી શહેરમાં કોઈ પણ નાગરિકનું અવસાન થશે એટલે તેમના નિવાસસ્થાને સદ્દગતના સ્મર્ણાર્થે સ્મૃતિ વૃક્ષનું વાવેતર કરી શ્રદ્ધાંજલિ પાઠવશે સાથોસાથ પ્રકૃતિને પોષિત કરવાનું શ્રી ગાયત્રી ફાઉન્ડેશન તરફથી શુભ કાર્ય આદરવામાં આવ્યું છે જેની સાર્વત્રિક પ્રશંસા થઈ રહી છે
શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નક્કર કામગીરી જ કરવામાં આવી રહી છે કોઈ દંભ નઈ કોઈ ભ્રમ નહીં માત્ર હૃદયસ્પર્શી કાર્યો થકી જાણીતી ધારીની અગ્રિમ સામાજીક સેવાકીય સંસ્થા શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ હવે ગામના મૃતકોના નિવાસસ્થાને સદ્દગતોના સ્મર્ણાર્થે સ્મૃતિ વૃક્ષનું વાવેતર કરી શ્રદ્ધાંજલિ પાઠવે છે તાજેતરમાં જ નાઝભાઈ વાળા ક્લબ સ્ટ્રીટ વિસ્તારમાં અવસાન પામેલા પાર્વતીબેન મનસુખલાલ રાઠોડ, અને મુખ્યબજારની કોળીપાશેરીના કોળી યુવાન જયેશભાઈ પ્રેમજીભાઈ ચૌહાણના સ્મર્ણાર્થે બન્નેના આંગણામાં જ અતિ પવિત્ર બિલ્વપત્રના રોપનું વૃક્ષારોપણ કરી સાચી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી
આ તકે ફાઉન્ડેશનના હિતેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ધારી ગામના સદ્દગતોના સ્મર્ણાર્થે તેમના જ નિવાસસ્થાને અમે વૃક્ષારોપણ કરી સ્વર્ગવાસીની કાયમી સ્મૃતિ જાળવવા પ્રયાસ કરીએ છીએ આ અંગે કૌશિકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે સ્મૃતિ વૃક્ષનું રોપણ કરી પ્રકૃતિનું પણ જતન કરવાનો અમારો નાનકડો સ્તુત્ય પ્રયાસ છે આ બાબતે વિશેષમાં જીજ્ઞેશગિરિ ગોસાઈએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ કરી ધારીની તમમા જનતા વતી શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી સદ્દગતને હૃદયાંજલી છે
આ સ્મૃતિ વૃક્ષ વાવેતરના ભાવુક પ્રસંગે સ્વર્ગસ્થ પાર્વતીબેન રાઠોના પરિવારના વડીલ ગીજુભાઈ, કાંતિભાઈ, મૌલિકભાઈ સહિત ધારી વેપારી સંગઠન ( DVS ) પ્રમુખ વિનુભાઈ કાથરોટીયા, શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટના હિતેશભાઈ જોશી, જીજ્ઞેશગિરિ ગોસાઈ, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ શેઠ, રાજેશભાઈ વાઘેલા તથા સુરેશભાઈ ટીંબલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments