fbpx
ગુજરાત

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી અને શિક્ષણ મંત્રી સહિત ની ઉપસ્થિતિ માં યોજાશે

ગોધરા શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી, વિંઝોલ અંતર્ગત ટ્રાઈબલ ચેર અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર -ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આદિવાસી સમાજનું મૌખિક પરંપરાનું સાહિત્ય’ વિશે ‘એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩, સોમવાર  કુલપતિ શ્રી ડો.પ્રતાપસિંહજી ચૌહાણની પ્રેરણાથી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી, વિંઝોલ (ગોધરા) અંતર્ગત ટ્રાઈબલ ચેર અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દિનાંક ૧૮ ડિસેમ્બર ૨૦૨૩, સોમવાર સવારે ૯:૩૦ કલાક થી સાંજે ૫:૦૦ સુધી  આદિવાસી સમાજનું મૌખિક પરંપરાનું સાહિત્ય વિષયે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તજ્જ્ઞ વક્તાઓ ઉપસ્થિત રહી આપણને માર્ગદર્શન આપશે. યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, તમામ અધ્યાપકશ્રીઓ અને તમામ શોધાર્થીઓ આ પરિસંવાદમાં અપેક્ષિત છે.

સમારોહના અધ્યક્ષ મા. શ્રી ડૉ. પ્રતાપસિંહજી ચૌહાણ (કુલપતિશ્રી – શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી, વિંઝોલ)મુખ્ય મહેમાનશ્રી મા.શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર (મા. શિક્ષણમંત્રીશ્રી  આદિવાસી કલ્યાણ, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ, ગુજરાત સરકાર)ઉદ્ઘાટક અને મુખ્ય વક્તા પૂજ્ય ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી વડોદરા ડૉ પ્રભુ ચૌધરી બીજરૂપ વકતવ્ય (આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ડૉ. ભગવાનદાસ પટેલ પૌરાણિક ભીલી મહાકાવ્યો (લોકસાહિત્યના વિખ્યાત સંશોધક) સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં એકદિવસીય પરિસંવાદ યોજાશે

Follow Me:

Related Posts