શ્રી ઘનશ્યામ લાઈવ કેક ના સંજયભાઈને ઇન્ડિયાસ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મળ્યું. 16000 દીકરીઓ ને જન્મદિવસ પર ફ્રી કેક વિતરણ કરવામાં આવી. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ તેમની આ પહેલને બિરદાવી ચુક્યા છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા ગામના વતની અને માત્ર સાત ચોપડી નો અભ્યાસ કરી અને સુરતની અંદરલોકોને કંઈક સારુ આપવાની ઉમદા ભાવના સાથે સંજયભાઈ એ શ્રી ઘનશ્યામ લાઈવ કેકની સુરતમાં શરૂઆત કરી.સંજયભાઈની અથાક મેહનત અને પરિશ્રમ અને શ્રેષ્ઠ ક્વોલેટીથી તેમણે ગ્રાહકોના દિલ જીતી લીધા.સંજયભાઈ એક વખત પૂજ્ય મોરારીબાપુ ની કથામાં ગયેલા અને બાપુના મોઢે થી બોલાયેલા શબ્દો કે તમારા ધંધામાંથી સમાજને કંઈક આપવાની ભાવના તમારે રાખવી જોઈએ આ વાત સંજયભાઈને સ્પર્શી ગઈ અને સંજયભાઈએ નક્કી કર્યું કે હવેથી 1 થી 5 વર્ષની દીકરી ના જન્મદિવસ પર તેઓ તેમને ફ્રી કેક વિતરણ કરશે.
સંજયભાઈની મહેનત અને ગ્રાહકોને કંઈક વિશેષ આપવાની તેમની ઉમદા ભાવનાથી ધંધો વધતો ગયો અને જોતજોતામાં 7 ચોપડી ભણેલા સંજય ભાઈએ સુરત જેવા શહેર માં અને સૌરાષ્ટ્રમાં પોતાની દસ કરતા વધારે બ્રાન્ચ શરુ કરી દીધી.દસે દસ શાખા પર તેમણે દીકરીઓ ના જન્મદિવસ પર ફ્રી કેક આપવાનું ચાલુ રાખ્યું અને આજે પણ આ પહેલ ચાલુ છે. સંજયભાઈ બીજા વેપારીઓને પણકંઈક અલગ કરવા પ્રેરિત કરતા રહે છે.તેમની આ અનોખી પહેલ માટે ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ સંજયભાઈ ને બિરદાવી ચુક્યા છે અને તેમની આ પહેલને આવકારવાની સાથે તેમને અભિનંદન પણ આપી ચુક્યા છે.સંજયભાઈ દ્વારા આ વર્ષે 8000 કિલો કેક એટલે કે 16000 દીકરીઓને ફ્રી કેક આપવામાં આવી અને 16000 દીકરીઓના જન્મદિવસની ઉજવણી અને દીકરીઓના ચેહરા પર સ્માઈલ લાવવામાં આવી.
આ અનોખી સિદ્ધિ માટે સંજયભાઈ અને તેમની શ્રી ઘનશ્યામઃ લાઈવ કેક ને indias world record માં સ્થાન મળ્યું છે અને સંજયભાઈ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.એક સાત ચોપડી ભણેલ યુવાને પોતાની આવડત અને કોઠાસૂઝ અને માતાપિતા અને સંતો ના આશીર્વાદ થીઆજે લોકોના દિલની સાથે indias world record માં સ્થાન મેળવ્યું છે.સંજયભાઈની આ સિદ્ધિ હજારો લોકોને તેઓ પણ પોતાના ધંધામાં સંજયભાઈની જેમ આગળ વધી શકે તેવો વિશ્વાસ આપવાની સાથે પ્રેરિત કરશે.તમે જયારે પણ સુરત જાવ ત્યારે શ્રી ઘનશ્યામ લાઈવ કેક અને સંજયભાઈની ચોક્કસથી મુલાકાત લેશો અને આ મિત્રને દિલથી અભિનંદન આપશો.
Recent Comments