અમરેલી

શ્રી ચતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ અમરેલી દ્વારા માતંગી મોઢેશ્ર્વરી માતાજીનો પાટોત્સવ યોજાયો. 

શ્રી ચતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ અમરેલી દ્વારા માતંગી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ રંગેચંગે બાળ હનુમાનની જગ્યામાં તારીખ ૨૨-૨-૨૪ને ગુરુવારના રોજ આયોજિત થયેલ સવારે ૮-૦૦ કલાકે શાસ્ત્રીશ્રી કેયુરભાઈ જોશી દ્વારા માતાજીનો યજ્ઞ કરાયો યજ્ઞની અંદર શ્રી રાજુલભાઈ અને મંત્રીશ્રી ચિરાગભાઈ સહદંપતી બેઠા હતા મહિલા મંડળ દ્વારા માતાજીને છપ્પન ભોગના ભોગ લગાડીને પ્રસાદ ધરવામાં આવેલ હતો તેમાં શ્રીમતી ડિમ્પલબેન શ્રીમતી દક્ષાબેન ચેતનભાઇ શ્રીમતી વર્ષાબેન શ્રીમતી ફાલ્ગુનીબેન શ્રીમતી જલ્પાબેન શ્રીમતી દક્ષાબેન સંજયભાઈ શ્રીમતી માધુરીબેન શ્રીમતી ઉર્વશીબેન દ્વારા માતાજીનો ભોગ પ્રસાદ તૈયાર કરવામાં આવે ત્યારબાદ સર્વોપ્રસાદ સર્વ જ્ઞાતિજનોને પ્રસાદ રૂપે આપવામાં આવ્યો.

આ પ્રસંગે ભોજન દાતા બનેલ(૧) સ્વર્ગસ્થ જસુમતીબેન ધીરજલાલ પંડ્યાના સ્મરણાર્થે હસ્તે વિનોદભાઈ અને રાજેશભાઈ (૨)મુકેશભાઈ જોશી ઉના (૩)ડોક્ટર સુરેશભાઈ પંડ્યા જામનગર(૪)ધર્મેન્દ્રભાઈ જોશી રાજકોટનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવે. તેમજ જ્ઞાતિના વડીલ શ્રી પ્રોફેસર છેલભાઈ વ્યાસને પૂજ્ય મોરારીબાપુ દ્વારા કાનજી ભુટા એવોર્ડ મળેલ તેમનું પણ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવે ત્યારબાદ બહોળી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ અને કારોબારી મંડળ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવેલ તેમ પ્રમુખશ્રી રાજેશભાઈ સી પંડ્યાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Related Posts