શ્રી ચિત્રફૂટધામ તલગાજરડા ખાતે શ્રી હનુમંત જન્મોત્સવ પ્રસંગે શાસ્ત્રીય ગાયન સંગીત કાર્યકમ
શ્રી મોરારિબાપુની નિશ્રામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં શાસ્ત્રીય ગાયન સંગીત કાર્યક્રમ યોજાઈ ગયો.
હનુમંત જન્મોત્સવ પ્રારંભે મંગળવાર સાંજે પંડિત શ્રી ઉદય ભાવાલકર દ્વારા શાસ્ત્રીય ગાયન, શ્રી ચિંતન ઉપાધ્યાય દ્વારા સંગીત તથા ગાયન અને શ્રી પ્રતાપ અવાડ દ્વારા પખાવજ કળાનો લાભ મળ્યો. સાથે શ્રી હરેશ રાજ્યગુરુ પણ જોડાયા હતા.
શ્રી મોરારિબાપુ દ્વારા મંગળવાર, બુધવાર તથા ગુરુવારના ત્રિદિવસીય હનુમંત જન્મોત્સવ પ્રસંગે થયેલા આયોજનમાં પ્રથમ સાંજે શાસ્ત્રીય રાગ સંગીતમાં સૌને મોજ પડી હતી.
સંચાલનમાં શ્રી હરીશભાઈ જોષીએ આ ઉત્સવ સંબંધી પ્રાસંગિક વાત કરી સૌને આવકાર્યા હતા.
Recent Comments