દામનગર. શ્રી ઠાંસા સેવા સહકારી મંડળી લી.ની વા.સા.સભા મંડળી ના પ્રમુખશ્રીમોહનભાઈ કુરજીભાઈ ઈસામલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી મંડળી કુલ ૩૪૬ સભાસદો ધરાવે છે મંડળીના મંત્રી ભુપતભાઈ માલવીયાએ હીસાબો રજુ કરતા મંડળીનુ શેર ભંડોળ રૂા.૫૮,૧૪,૧૮૦ અનામત ભંડોળ રૂા ૧૦૦,૭૩,૩૮૬ બીલ્ડીગ ફંડ ૧૨,૪૯,૫૬૫,અન્ય ફંડો રૂા.૪૦,૪૫,૭૧૪ જયારે મંડળીનું શેરોમા રોકાણ રૂા.૪૩,૨૧,૧૦૦ છે મંડળીનુ એન.પી.એ.૦ (શૂન્ય) છે મંડળી પોતાનુ ગોડાઉન કમ ઓફીસ પણ ધરાવે છે
મંડળીએ હાલ માંજ ઓફીસ કમ ગોડાઉન નુ નવીની કરણ કરી સુવીધા યુક્ત બનાવી સત્યનારાયણની કથા કરી પ્રારંભ કરેલ સહકારનું ઉતમ કાર્ય કરેલ છે સતત ૧૦% ડીવીડન્ડ આપવાની જાહેરાત કરતા સભાસદમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી આ તકે અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા સાહેબે બેંક સાથે ના વ્યવહાર વ્યાજની ગણતરી તથા સભાસદો સાથે બનાતા ક્રાઈમના કિસ્સા વિશે માહીતી આપી હતી અને સાથે વધુમાં વધુ ખેડુત ખાતેદાર ોમંડળીમાં જોડાય તેવોઅનુરોધ કરેલ બેંકના મેનેજર ભરતભાઈ પાડા એ બેકના ખાતા ગોલ્ડ લોન તથા લોકર વિશે માહીતી આપી હતી તથા સુપરવાઈઝરો અમીતભાઈ નવાપરા એ કે.સી.સી.મ.મુ.લોન તથા ગોડાઉન લોન, ખેતી જાળવણી તથા અન્ય લોન વિષે માહીતી આપી હતી સંદીપભાઈ માંગરોળીયાએ કીસાન ક્રેડીટકાર્ડ એટી.એમ કાર્ડ તથા પ્રધાનમંત્રી જીવન વિમા વિષે વિસ્તૃત માહીતી આપેલ હતી આ તકે હેડ ઓફીસના કીકાણી સાહેબ બેંકની વિવિધ યોજનાની જાણકારી આપી હતી આ તકે બેંકના ડીરેક્ટર હીરાભાઈ નવાપરા, રામદેવભાઈ પરમાર સહકારી અગ્રણી અને હાલબ માંજ એ.પી.એમ.સી દામનગર ચેરમેન તથા અમરેલી જીલ્લા સહકારી સંઘમાં વા.ચેરમેન તરીકે બીનહરીફ ચુટાયેલા હરજીભાઈ નારોલાનું પુષ્પગુચ્છ તેમજ છાલ ઓઢાડી સનમાનીત કરવામાં આવ્યા હતા.
આ તકે અગ્રણીઓ જીતુભાઈ બલ૨, બટુકભાઈ શીયાણી તેમજ વિશાળ સભાસદ ઉપરાંત મંડળીના વ્ય.કમીટી સભ્યો રાધવભાઈ એમ. ઈસામલીયા દુલાભાઈ કે. જીવાણી, નાગજીભાઈ એલ. માણીયા શામજીભાઈ એલ. ઈસામલીયા, નાગજીભાઈ એલ. માણીયા ધીરૂભાઈ એમ, ઈસામલીયા, ઉકાભાઈ એ,બુધેલીયા, દેવજીભાઈ એસ. ઈસામલીયા, મનુભાઈ એસ.ઈસામલીયા, પ્રવીણભાઈ ડી. ઈસામલીયા, રાજેશભાઈ આર.ઈસામલીયા, હીંમતભાઈ એ ઈસામલીયા, હીતેન્દ્રભાઈ ડી ઈસામલીયા હાજર રહ્યા હતા અંતમાં આભાર વિધી મંડળીના વ્ય.કમીટી સભ્ય શ્રી પ્રવીણભાઈ ડી. ઈસામલીયએ કરી હતી.
Recent Comments