અમરેલી

શ્રી ઠાડચ પ્રાથમિક શાળામાં મુંબઈ સ્થિત શિક્ષણ પ્રેમી દાતાઓશ્રીઓનો સન્માન યોજાયો

આ કાર્યક્રમમાં નિર્મળાબેન શાંતિલાલ શાહ પરિવાર દ્વારા હસ્તે શ્રીમતી રીટાબેન મિલનભાઈ શાહ તથા ચિ. જહાન્વી તથા ચિ. મિલોની શાહ તરફથી તથા શ્રી પરમાનંદદાદા ની પ્રેરણાથી પાલીતાણા,તળાજા, મહુવા ની શાળાઓને આ વર્ષે ઘણી જ વસ્તુઓની ભેટ આપવામાં આવી, જેમાં ઠાડચ પ્રા. શાળામાં ટેબલ-ખુરશી તથા લાપાળીયા હાઈસ્કૂલમાં લાયબ્રેરી કબાટ તથા નાની રાજસ્થળી કેવ.માં લાયબ્રેરી કબાટ તથા મેઢા શાળામાં ગ્રીન બોર્ડ 6 તથા શેત્રુંજી ડેમ માધ્યમિક શાળામાં પંખા અને કબાટ તથા રાજપરા પ્રા. શાળામાં કબાટ તથા ગરાજીયા પ્રા. શાળામાં એલજી ટીવી તથા ઉ.બુ. વિદ્યાલય ઠાડચ ને કબાટ-ખુરશી અને રમત-ગમતના સાધનો તથા સોનપરી-2 શાળાને કલર પ્રિન્ટર તથા લાખાવાડ શાળામાં કલર પ્રિન્ટર તથા કન્યા વિદ્યાલય પાલિતાણામાં સાઉન્ડ સિસ્ટમ તથા મોટી રાજસ્થળી શાળામાં ટેબલ તથા જાળીયા (અમ) શાળામાં એલજી ટીવી તથા રાણપરડા શાળામાં લાયબ્રેરી કબાટ-ખુરશી તથા ગણેશનગર પ્રા. શાળામાં પંખા તથા ભુંડરખા-2 પ્રા. શાળામાં પંખા-ખુરશી તથા દુધાળા લોકશાળા અને નવાગામ હાઇસ્કૂલમાં મુવેબલ માઇક તથા કદંમગીરી પ્રા. શાળામાં રમત ગમતના સાધનો તથા વિજાનાનેસ પ્રા. શાળામાં સંગીતના સાધનો તથા ગોપનાથ માધ્યમિક શાળામાં કલર પ્રિન્ટર તથા શારદામંદિર દેવલી માધ્યમિક શાળામાં માઇકસેટ તથા માખણીયા પ્રા. શાળામાં એલજી ટીવી તથા તરસરા પ્રા. શાળામાં ગ્રીન બોર્ડ તથા મથાવડા પ્રા. શાળામાં hp પ્રિન્ટર તથા કંટાળા પ્રાથમિક શાળામાં માઇક તથા નાની પાણીયાળી આંગણવાડીમાં નાનુ ટીવી તથા ઠાડચ ની 4 આંગણવાડીમાં રમત-ગમતના સાધનો ભેટ આપવામાં આવ્યા.સાથેH M દેશી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રીમતી હંસાબેન મહેન્દ્રભાઈ દલીચંદ દોશી પરિવાર તરફથી પાલીતાણા તાલુકાની 21 જેટલી શાળાના જરૂરિયાતમંદ બાળકોને કપડાં અને દફ્તર આપવામાં આવ્યા, તથા શ્રીમતી રેખાબેન મહેન્દ્રભાઈ મહેતા તથા શ્રીમતી પ્રિયાબેન ગૌરાંગભાઈ મહેતા તરફથી 8000 બોલપેન 31 જેટલી શાળાના બાળકોને વહેંચવામાં આવી.    સાથે કીર્તિબેન જયંતીલાલ શાહ તરફથી આંગણવાડીઓ નાની પાણીયાળી, સાજણાસર,શેત્રુંજી ડેમ અને લાપાળીયા આંગણવાડીને લંચબોક્ષ, વોટરબેગ વગેરે આપવામાં આવ્યા આવ્યા હતા.

Related Posts