પાલીતાણા તાલુકાની થોરાળી (ડેમ) પ્રા શાળામાં તારીખ 15 /12 /2022 ના રોજ શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ગામ શાળામાં અભ્યાસ કરેલ ગામના ગૌરવ સમાન 20 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવેલ. કે જેઓ હાલ સારા હોદ્દા ઉપર છે. શાળાના બાળકો તથા શિક્ષકો દ્વારા અનેકવિધ કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ગ્રામજનોએ તથા મહેમાનોએ આ કાર્યક્રમને ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક માણ્યો. કાર્યક્રમમાં શાળામાં મદદરૂપ થનાર મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી પાલીતાણા એ પ્રેરક હાજરી આપી. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે તેમજ શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ દવે ઉપાચાર્યશ્રી કુવાડીયા રાવતભાઇ એ જહેમત ઉઠાવી હતી.
શ્રી થોરાળી (ડેમ) પ્રા શાળામાં શાળા સ્થાપના દિન ની ભવ્ય ઉજવણી

Recent Comments