શ્રી નિવાસી અંધ વિદ્યાલય તથા લોકવિદ્યા મંદિર સર્વમંગલ સંકુલમાં હોળી ધુળેટીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી .શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિદાદાના માર્ગદર્શનથી શાળાના બાળકોને ધાણી દાળિયા તેમજ ખજૂરનો નાસ્તો કરાવી સાચા અર્થમાં હોલિકાના દર્શન કરાવવા બાળકોને લઈ જવાયા હતા. ધુળેટીના દિવસે બધા બાળકો તેમજ શાળાનો સ્ટાફ રંગે રમી સૌવે ઉજવણી કરી હતી શાળાના બાળકોને મિષ્ટ ભોજનના પ્રસાદનો લાભ જયસુખભાઈ કાંતિભાઈ પરસાણા પરિવારે પૌત્ર જન્મ દિવસ નિમિત્તે ખાસ અમદાવાદથી હાજર રહી બાળકોના ઉત્સાહમાં સહભાગી બન્યા હતા. આ તકે રાજકોટથી આનંદભાઈ માલધારી તથા આંબલાથી મેહુલભાઈ ભટ્ટ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા
શ્રી નિવાસી અંધ વિદ્યાલય તેમજ લોક વિદ્યામંદિર થોરડીમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી.

Recent Comments