શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ સાવરકુંડલા દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ૨૪ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા બહોળી સંખ્યામાં ૨૫ જેટલા મોડેલ અને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ. આ મોડેલ અને પ્રોજેકટના માધ્યમથી વિદ્યાર્થીનીઓ ગ્રાહકના અધિકારો અને ફરજો વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે એ હેતુથી શાળાની તમામ વિદ્યાર્થીનીઓ માટે આ મોડેલ અને પ્રોજેક્ટનું પ્રદર્શન યોજવામાં આવેલ. આ પ્રોજેક્ટના નિરીક્ષણ દ્વારા વિદ્યાર્થીનીઓ ગ્રાહકના કાયદાઓ અંગે પરિચિત થઈ શકે તેમના હક્કો અંગે જાગૃત થઈ શકે તેમજ આ મોડેલ અને પ્રોજેકટનો તેના શૈક્ષણિક ઉપકરણ તરીકે પણ ઉપયોગ કરી શકે તેમજ તેમનો ઉપયોગ પોતાના વ્યક્તિગત જીવનમાં પણ કરી શકે એ હેતુથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયા તથા આ શાળાના ગ્રાહક સુરક્ષા મંડળના કન્વીનર હિતેશભાઈ ઢાપાના સહયોગથી કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓ પોતાને ગ્રાહક તરીકે પ્રાપ્ત થતાં અધિકારો અને ફરજો વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે અને જીવનમાં કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી કરતી વખતે છેતરપિંડીનો ભોગ ન બને તે આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો.
Recent Comments