શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલમાં ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
——————————————————————–યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ- ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત અમરેલી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા- ૨૦૨૨ તથા રાજ્યકક્ષા યુવા મહોત્સવ સ્પર્ધા-૨૦૨૨ માં સાવરકુંડલા શહેરની ઐતિહાસિક શાળા જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય નંબરે વિજેતા થતા તેમનો ભવ્ય સન્માન કાર્યક્રમ સંસ્થાના ટ્રસ્ટીઓ અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં રાખેલો હતો. આ કાર્યક્રમમાં શ્રી નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા, ટ્રસ્ટીશ્રી કનુભાઈ ગેડિયા, ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવળ, કારોબારી સભ્ય શ્રી ગીતાબહેન જોશી, વી. ડી. કાણકિયા કોલેજના આચાર્ય પ્રો. રવીયા સાહેબ, સાવરકુંડલા શહેરના જાણીતા પત્રકાર બિપીનભાઈ પાંધી તેમજ શહેરના અન્ય મોભીઓની હાજરી રહી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી આશિષભાઈ જોશીએ આગંતુકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં શાળાના સંગીત વિભાગના હેડ શ્રી સંજયભાઈ મહેતાએ સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી તેમજ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું.આ કાર્યક્રમમાં રાજયકક્ષાના યુવા મહોત્સવ ૨૦૨૨માં લોકવાદ્ય ( ઢોલ ) સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવનાર ગોસ્વામી મંત્ર કે. અને કલા મહાકુંભ ૨૦૨૨પ્રદેશકક્ષાએ સુગમ સંગીતમાં દ્વિતીય નંબર મેળવનાર ચોહાણ શાહનવાઝ એસ. અને જિલ્લાકક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨માં સમૂહ ગીતમાં પ્રથમ નંબર મેળવનાર વિધાર્થીઓની ટીમને સન્માનિત કરવામાં આવી.શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલાના ઉપપ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગ્રેચાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું તેમજ પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન કામદાર અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ વાટલીયા તેમજ અન્ય ટ્રસ્ટીઓએ પણ શુભેચ્છા સંદેશો પાઠવેલ હતો. કાર્યક્રમના અંતે શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી જયશ્રીબેન સોલંકીએ સર્વનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ તેમજ શાળાના સંગીત વિભાગના વિદ્યાર્થીઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધૈર્યરાજ પરમારે કર્યું હતું.
Recent Comments