બોટાદ શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ માં નવનિર્મિત ગૌમાતા વિશ્રાંતિ ગૃહ નો શુભ ઉદ્ઘાટન સમારોહ આજરોજ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા ના મહંત શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર શ્રી નિર્મળાબા તથા પરમ પૂજ્ય લક્ષ્મણદાસ બાપુ હડમતાળા હનુમાનજી ની જગ્યા તથા અખિલ ભારતીય સંત સમિતિ ના કાયમી સદસ્ય અને પાળીયાદ મહાજન પાંજરાપોળ ના ટ્રસ્ટી શ્રી ભઈલુબાપુ તથા બોટાદ સંપ્રદાયના સતી રત્ન પૂજ્ય ઈલાબાઈ મહાસતીજી આદિથાણાની નિશ્રા માં સુંદર રીતે યોજાયેલ ગૌમાતા વિશ્રાંતિ ગૃહના દાતા શ્રી સ્વર્ગસ્થ મહાસુખભાઈ ચીમનભાઈ પાળીયાદ વાળા હાલ માટુંગા મુંબઈ,ફૈબાસ્વામી પરમ પૂજ્ય ગુણવંતીબાઈજી મહાસતીજીની પ્રેરણા તેમજ સુપુત્ર ઋષીલ ના જન્મદિવસની યાદમાં દાતાશ્રી માતૃશ્રી પ્રવિણાબેન મહાસુખભાઈ ગોપાણી,સાધનાબેન મહાસુખભાઈ ગોપાણી, વિપુલભાઈ મહાસુખભાઈ ગોપાણી,જાસ્મિનબેન વિપુલભાઈ ગોપાણી દ્વારા બનાવવામાં આવેલ હતો આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી ગુણવંતભાઈ ચીમનલાલ ગોપાણી,નગીનભાઈ ચીમનલાલ ગોપાણી,અલ્કેશભાઈ મહાસુખભાઈ ગોપાણીતથા આજુબાજુના જીવદયા પ્રેમી ભાઈઓ એ હાજરી આપેલ હતી ઉદ્ઘાટન પ્રસંગે ગૌતમ પ્રસાદ દાતાશ્રી જાસ્મિનબેન વિપુલભાઈ ગોપાણી તરફથી થી રાખવામાં આવેલ હતો.ઉદ્ઘાટન પ્રસંગ બાદ શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ દ્વારા દરેક સંતો દાતાશ્રીઓ તથા જીવદયાપ્રેમીઓ નો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.
શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ માં નવનિર્મિત ગૌમાતા વિશ્રાંતિ ગૃહ નો શુભ ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

Recent Comments