શ્રી બ્રાન્ચ શાળા નંબર ૭ સા.કુંડલામાં આચાર્ય તરીકે શ્રી. પ્રવિણભાઇ કાચા સાહેબ તથા મદદનીશ શિક્ષિકા શ્રી. આરતીબેન દૂસરા વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થતા આ નોકરીની સંધ્યાએ ભાવભરી વિદાય આપવામાં આવી. તેની યાદગીરી સ્વરૂપે જેની કર્મ ભૂમિ છે.તે આ શાળાને કોમ્પ્યુટરનું પ્રિન્ટર ભેટમાં આપવામાં આવ્યું ઉપરાંત દરેક શિક્ષક મિત્રોને કોપરના ગ્લાસ ભેટમાં આપ્યા. શાળાના દરેક બાળકોને દશેરાનો નાસ્તો કરાવવામાં આવ્યો.
આ વિદાય લેતાં વડીલોને દરેક શિક્ષકોએ ચાંદીની મૂર્તિ અર્પણ કરેલ છે. આ કર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવેલ છે.
શાળાના આચાર્યા વતી સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમને ઉજળો બનાવવા ઉપસ્થિત શ્રી.મહેન્દ્રભાઈ વિછીયા પ્રમુખ શ્રી.અમરેલી જી. પ્રા. શિ. સંઘ તથા ક્રિપાલસિંહ જાડેજા પ્રમુખ શ્રી.સા.કુંડલા તા.પ્રા. શિ. સંઘ તથા ગુલઝારભાઈ રાઠોડ ઉપ પ્રમુખ શ્રી તા.પ્રા. શિ. સંઘ તથા પ્રતીકભાઈ નાકરાણી ઉપપ્રમુખ નગર પાલિકા તથા અજયભાઈ ખુમાણ દંડક તથા અમિતભાઇ પંડ્યા શિક્ષકવિદ એસ.એમ.સી. કમિટી
આ શાળાના આચાર્યા શ્રી. કંચનબેન કાથરોટીયા તથા સ્ટાફ પરિવાર સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નશીલ રહ્યા હતા.
Recent Comments