શ્રી ભદ્રાવળ કે.વ.શાળા આયોજિત ભવ્ય વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા બાળમેળાનું આયોજન
આજરોજ ભદ્રાવળ -૧ કે.વ શાળા ખાતે બાળમેળા નું ભવ્ય આયોજન શાળા પરિવાર વતી બાળકો દ્વારા કરવામાં આવ્યું. જેમાં ગામના વિવિધ કૌશલ્યો ધરાવનાર કારીગરો જેવા કે સુથાર, મોચી ,દરજી, સોની ,કુંભાર, કડિયા, ખેડૂત, વગેરે પોતાના સાધનો સાથે શાળામાં આવીને બાળકો સમક્ષ પોતાનું નિદર્શન કરેલ ,તેમ જ પ્રાકૃતિક ખેતી ની સમજણ આપવા ટીમાણાથી કનુભાઈ ભટ્ટ તેમ જ ભદ્રાવળ 2 થી લધાભાઈ બલદાણીયા સમગ્ર સાધનો તેમજ ફળ ફળાદી સાથે આવી ખુબ જ માર્ગદર્શન આપેલ .શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારની ખાણીપીણી અંતર્ગત જાતે જ બનાવેલ વાનગીઓના સ્ટોલ બનાવીને દરેકને નાસ્તો પૂરો પાડેલ. આ ઉપરાંત ચિત્ર ,રંગ પૂરણી, માટીકામ, કાગળ ના રમકડા, માટીના રમકડા, સંગીત જેવા વિવિધ વિષયોમાં કામ કરીને ખુબ જ આનંદદાયક બાળમેળો -આનંદ મેળો- જ્ઞાનમેળો ખરા અર્થમાં ચરિતાર્થ થયેલ. છેલ્લે શાળાના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફને ગામ લોકોએ ખૂબ ખૂબ અભિનંદન આપી શાળા પરિવાર ની મહેનતને બિરદાવેલ.
Recent Comments