fbpx
અમરેલી

શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ પ્રેરિત જીવદયા અભિયાન “પરમાર્થ મુહિમ” ના સ્પર્ધક વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત પરમાર્થ અભિયાન માં ભાગ લેનાર સ્પર્ધક વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત કરાયા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત જીવદયા અભિયાન અંતર્ગત દામનગર શહેર ની તમામ શાળા ઓના વિદ્યાર્થી એ ઉયસહ ભેર ભાગ લીધો નાનપણ થી બાળકોમાં મૂંગા પશુઓ પ્રત્યે પ્રેમ ,કરુણા, દયા તેમજ પરોપકારની ભાવના ખીલવવાના ઉમદા હેતુથી અને ભવિષ્યમાં શ્રેષ્ઠ વ્યક્તિનું નિર્માણ દ્વારા આદર્શ અને ઉત્તમ સમાજ નિર્માણ થાય. વ્યક્તિ કુટુંબ જીવન અને સમાજજીવન માં પોતાનું યોગદાન આપી શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ કરવામાં પોતાનો સિંહ ફાળો આપી શકે તેવી દીર્ઘદ્રષ્ટિ રાખી સુંદર મજાનું આયોજન કરાયું હતું જેમાં એક મહિના માંથી ૨૧ દિવસ બાળકો પોતાની જાતે રોજ બે થી ત્રણ રોટલી પોતા ના ધર આસપાસ મૂંગા પશુ પક્ષીઓને નાખશે તેવા ઉમદા અભિયાન થી (ગાય કુતરા, ચકલી વગેરે) તેમને તથા તેમના પરિવારને

ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ભુરખીયા દાદા ના આશીર્વાદ સાથેનુ પ્રમાણપત્ર તેમજ નાની એવી ભેટ પણ આપવામાં આવશે આ પરમાર્થ નાનું જરૂર છે પણ અતિ નાવીન્ય છે સોશ્યલ મીડિયા માં રોટલી નાખતા ફોટા વિડીયો અપડેટ થતા રહ્યા અને અકલ્પનિય જાગૃતિ સાથે પરમાર્થ કેમ્પઇન દિનપ્રતિદિન વધતું રહ્યું આજે સમગ્ર શહેર ના દરેક વિસ્તાર ના ૩૦૦૦ થી ઘર પાસે ૯૦૦૦ રોટલી મુંગા પશુ ગાય કૂતરા ચકલી ઓને મળતી થઈ બાળક ગુણ સંપન્ન વિચાર સંપન્ન અને ભાવ સંપન્ન બને તેના માટે દામનગરની શાળા નંબર – ૧ (ગ્રીન સ્કૂલ) શાળા નંબર – ૨(સવાણી પ્રાથમિક શાળા) શાળા નંબર ૩ (કે કે નારોલા) કન્યા શાળા – દામનગર, શેઠ શ્રી એમ. સી. મહેતા હાઇસ્કુલ ‌,શ્રીમતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ, ઝેડ.એમ.અજમેરા મીડીયમ ઇંગ્લિશ સ્કૂલ,વિવેકાનંદ સ્કૂલ સીતારામ નગર પ્રાથમિક શાળા ઓમ સાંઈ પ્રાઇમરિ સ્કૂલ સહિત દરેક શાળા તથા શાળા પરિવારના શિક્ષકો એ ખૂબ જ સરસ પ્રયત્ન કરી અબોલ જીવો માટે ખરેખર વંદનીય કાર્ય કર્યું છે જીવદયા અભિયાન માં ઉત્સાહ ભેર ભાગ લેનાર વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરવા આજે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ એવમ ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ ટ્રસ્ટી શ્રી જ્યેન્દ્રભાઈ પારેખ સુધીરભાઈ પારેખ અમરશીભાઈ પરમાર હરજીભાઈ નારોલા સહિત ટ્રસ્ટી શ્રી ઓ એવમ સ્થાનિક અગ્રણી સંજયભાઈ તન્ના દિલીપભાઈ ભાતિયા ભરતભાઇ ભટ્ટ  વસંતભાઈ ડોબરીયા સહિત ના વરદહસ્તે સ્વામી નારાયણ ગુરુકુલ સવાણી પ્રાથમિક શાળા ઓમાં વિદ્યાર્થી ભાઈ બહેનો ને જીવદયા અભિયાન માં ભાગ લેવા બદલ ઉત્સાહ પ્રેરતું સન્માન કરી પ્રમાણપત્ર સ્મૃતિચિન્હ આપી પ્રોત્સાહિત કરાયા હતા

Follow Me:

Related Posts