શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં સિક્યુરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નાણાંકીય શિક્ષણ વર્કશોપ યોજાયો
દામનગર સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં દામનગર ના પુત્રીરત્ન હાલ જામનગર એ કે દોશી મહિલા કોલેજ ના પ્રોફેસર અને સેબી ના રજીસ્ટડ રિસોર્સ PERSON જયશ્રીબહેન મકવાણા નો સેમિનાર યોજાયો શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં યોજાયેલ વર્કશોપ માં દર્શનાર્થીઓ ટ્રસ્ટી શ્રી ઓ કર્મચારી સ્ટાફ અને સ્થાનિક અગ્રણી ઓ પૂજારી પરિવર ની ઉપસ્થિતિ માં જયશ્રીબેન મકવાણા એ નાણાંકીય આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
જેમાં ખૂબ મોટી સંખ્યા માં હોમ મેકર બહેનો ની ઉપસ્થિતિ માં યોજાયેલ વર્કશોપ માં બચત રોકાણ સિકરયુરિટી માર્કેટ મ્યુચલ ફંડ એસ આઇ પી છેતરામણી સ્ક્રીમ ચકવૃદ્ધિ વ્યાજ ની શક્તિ વીમા ની જુદી જુદી સ્કીમ સરકારી જમીનગિરી કઈ રીતે રોકાણ કરતી વખતે શુ તકેદારી રાખવી તે અંગે સર્વ ને અવગત કરતા વિસ્તૃત માહિતી આપી હતી રોકાણ કરવા માટે ટૂંકા ગાળા તથા લાંબા ગાળા ના રોકણ અંગે ના વિવિધ ડોક્યુમેન્ટ થતા ધ્યાન માં લેવાની જુદી જુદી બાબતો અંગે વિસ્તાર થી માહિતગાર કરવા માં આવ્યા હતા.
વર્કશોપ માં મોટી સંખ્યા માં રસ ધરાવતી વ્યક્તિ અને હોમ મેકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ના મોટીવેશનલ સ્પીકર જયશ્રીબેન નું ઉષ્માભર્યું સ્વાગત સત્કાર કર્યો હતો સિક્યુરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નાણાંકીય શિક્ષણ વર્કશોપ માં હાજાર લોકો એ સ્થિરપ્રજ્ઞ બની ને દામનગર ના પુત્રીરત્ન જામનગર ની એ કે દોશી મહિલા કોલેજ ના પ્રોફેસર જયશ્રીબેન મકવાણા ને સાંભળ્યા હતા.
Recent Comments