શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) આયોજિત સુદર્શન નો નેત્રયજ્ઞ બુધવારે યોજાશે
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) આયોજિત સુદર્શન નેત્રાલય નો નેત્રયજ્ઞ યોજાશે શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય-અમરેલી દ્વારા વિના મુલ્યે નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ તા.૨૧-૦૯-૨૦૨૨ બુધવાર શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર પરિસર માં સવારના ૮-૦૦ થી બપોરના ૧૨-૩૦ સુધી યોજાશે આ કેમ્પમાં મળનારી સુવિધા (૧) આંખના રોગ જેવાકે મોતિયો, ઝામર, વેલ, પરવાળા, ત્રાંસી આંખ તથા આંખના કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોકટર દ્વારા કરવામાં આવશે. (૨) આ કેમ્પમાં મોતિયાના ટાંકા વગરનાં ઓપરેશન કરી નેત્રમણી (વિનામુલ્યે બેસાડી દેવામા આવશે.(૩) મોતિયાના ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને તેજ દિવસે સુદર્શન નેત્રાલય, અમરેલીમાં દાખલ કરવામાં આવશે. મોતિયાના ઓપરેશન માટે દાખલ થનાર માત્ર દર્દી માટે દવાઓ, આવવા-જવાની, રહેવાની, જમવાની, કાળા ચશ્મા સુદર્શન નેત્રાલય તરફથી વ્યવસ્થા કરી આપવામાં આવશે.(૪) આ કેમ્પમાં આંખના નજીક તથા દૂરના નંબરની તપાસ કરવામાં આવશે. કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહતભાવે ચશ્મા બનાવી આપવામાં આવશે.(૫) આ કેમ્પમાં જરૂરીયાતમંદ વૃધ્ધો, પુરૂષો, સ્ત્રીઓ, બાળકો તથા દરેક લાભાર્થીઓએ કેમ્પના સ્થળ ઉપર સમયસર હાજર રહીને આ સેવાયજ્ઞનો પુરેપુરો લાભ લેવા વિનંતી,(૬) શ્વાસ, બી.પી., ડાયાબીટીસ હોય કે કોઈપણ રોગના દર્દીએ પોતાની ચાલુ દવાઓ તથા રીપોર્ટ કેમ્પમાં સાથે લાવવા વિનંતી નોંધ સવારે ૮-૦૦ કલાક થી વહેલા તે પહેલાના ઘોરણે કેસની નોંધણી કરવામાં આવશે અને તે મુજબ દર્દીને તપાસવામાં આવશે.નોંધઃ દર્દીઓના ફોન નંબર તથા ચુંટણીકાર્ડની બે ઝેરોક્ષ નકલ સાથે લાવવી ફરજીયાત છે.નોંધઃ હવે પછી દર મહિનાના ત્રીજા બુધવારે શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરમાં વિના મુલ્યે આ કેમ્પનુ આયોજન નકકી કરવામાં આવેલ છે.વધુ માહિતી માટે નિલેશભાઈ ભીલ મો. ૯૭૧૪૨ ૨૮૨૦૬ લા. નરેશભાઈ જોગાણી ખજાનચી પ્રોજેકટ ચેરમેન લા. વિનોદભાઇ આદ્રોજા | લા.જયેશભાઈપંડયા મો.૯૮૯૮૦૫૨૫૮૧ લા. ભુપતભાઈ ભુવા લા. મહેશભાઈ એમ. પટેલ સેક્રેટરી પ્રમુખ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) સુદર્શન નેત્રાલય- અમરેલી લા. બિમલભાઇ રામદેવપુત્રા ભગવતી ચોક, માણેકપરા, અમરેલી-૩૬૫૬૦૧. તા.જી. અમરેલી, ફોનઃ (૦૨૭૯૨) ૨૩૧૯૦૧, ૦૨, ૦૩ નોંધ : કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. માસ્ક પહેરવું ફરજીયાત છે.
Recent Comments