અમરેલી

શ્રી ભુરખીયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ ભુરખીયા નમ્ર નિવેદન

દામનગર  સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ ભુરખીયા નમ્ર નિવેદન આગામી નવ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૭૧ નવદંપતી ની સંખ્યા થયેલ છે હવે નોંધણી સંપૂર્ણ બંધ કરેલ છે જય ભુરખીયા દાદા, ના તમામ શ્રધ્ધાળુ ભાવિક ભક્તજનો ને જણાવવાનું કે ભુરખીયાદાદા ની અસીમ કૃપાથી તેમના સાનિધ્યમાં શ્રી ભુરખીયા મુકામે નવમો હિન્દુ સર્વજ્ઞાતિય ૫૧ સમુહ લગ્નનું આયોજન આગમી સવંત ૨૦૮૦ ફાગણ સુદ -૧ ને સોમવાર તા -૧૧-૩-૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ છે . જે અન્વયે ૫૧ સમુહ લગ્ન નોધણી સામે ૭૧ સમુહ લગ્ન નોધણી થઇ ગયેલ છે. આથી હવે નવા લગ્ન નોધણી નું કામ બંધ કરેલ છે. જેની ભાવિકજનોએ નોંધ લેવી.સહકાર આપવા નમ્ર અનુરોધ વિનંતી.શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર (સમુહ લગ્ન સમિતિ) મું. ભુરખીયા, તા. લાઠી, જી. અમરેલી મો. ૯૪૨૯૨ ૫૪૦૫૫ ની યાદી માં જણાવ્યું છે

Follow Me:

Related Posts