fbpx
અમરેલી

શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે પ્રા. આ. કેન્દ્ર ચાવંડ અને શ્રી બાપજીધામ – સુંદરીયાણાં (રજવાડું) ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર નું આયોજન

દામનગર શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે પ્રા. આ. કેન્દ્ર ચાવંડ અને શ્રી બાપજીધામ – સુંદરીયાણાં (રજવાડું) ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર નું આયોજન આજરોજ તા. ૧૭/૧૦/૨૪ ના રોજ લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ ધામ એટલે શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે પ્રા. આ. કેન્દ્ર ચાવંડ અને શ્રી બાપજીધામ – સુંદરીયાણાં (રજવાડું) ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રા. આ. કેન્દ્ર ચાવંડ ના મેડિકલ ઓફિસર ડો. મૂકેશ સિંગ, ડો. હિતેશ પરમાર, વૈભવસિંહ પલાણીયા શ્રી બાપજીધામ – સુંદરીયાણાં (રજવાડું), શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ના મહંત પૂજારી શ્રી, તાલુકા પંચાયત સદસ્ય ચિરાગભાઈ પરમાર, પૂર્વ સરપંચ અમરસિંહભાઈ પરમાર, એ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

સમગ્ર રક્તદાન કેમ્પ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. આર. એમ. જોશી પણ હાજર રહ્યા હતા,પ્રા. આ. કેન્દ્ર ચાવંડ  દ્વારા  થેલેસેમીયા, અતિ ગંભીર સગર્ભા માતા ઓ અને જરૂરિયાત મંદ માટે ઇમરજન્સી ના સમયે રક્તની અછત ઉભી ના થાય એ હેતુ થી મનોમન સંકલ્પ કરેલો કેતા. તા.૧૯/૦૯/૨૪   થી તા. ૧૯/૧૦/૨૪  એટલે કે એક માસ દરમિયાન ૧૦૦  યુનિટ રકત એકત્રિત કરી બ્લડ બેંક માં જમા કરાવવું છે, જે આજ રોજ શિબિર પૂર્ણ થયાની સાથે કુલ ૧૨૮ યુનિટ બોટલ એકત્રિત કરી સંકલ્પ સિધ્ધ કરેલ છે, આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર અને શ્રી બાપજીધામ – સુંદરીયાણાં રજવાડું – પરિવાર ના તમામ સ્વયંસેવક સ્ટાફ, ચિરાગભાઈ પરમાર, જયસુખભાઈ ચૌહાણ, ભૂરખિયા અને તાજપર ગામ ના યુવા મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ, જેનો અમો મેડિકલ ઓફિસર ડો. મૂકેશ સિંગ અને ડો. હિતેશ પરમાર, વૈભવસિંહ પલાણીયા આભાર વ્યક્ત કરીએ છીએ.

Follow Me:

Related Posts