ધારી તાલુકાનાં શ્રી ભોજલરામ મીત્ર મંડળ દ્વારા અભ્યાસ કરતાં સમાજ ના વિદ્યાથીઓનો ૧૫ મો સરસ્વતી સત્કાર સમારોહ, વિશિષ્ટ પ્રતિભા, નિવૃતિ સન્માન સમારોહ માન. વસંતભાઈ ગજેરા અગ્રણી કેળવણીકાર ની અધ્યક્ષતામાં તથા માન.ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા, ચતુરભાઈ ચોડવડીયા (અગ્રણી બિલ્ડર) વિનુભાઈ ચોડવડીયા (નવિન જેમ્સ સુરત) એ ઉદ્ઘાટક પદ શોભાવેલ. આ કાર્યક્રમમા પૂર્વ ધારા સભ્યશ્રી મનસુખભાઈ ભુવા, તથા ઉધોગપતિ ધરમશીભાઈ બવાસીયા, વિપુલભાઈ માલવિયા ઉધોગપતિ, વિનુભાઈ ભુવા, ની ઉપસ્થિતિમાં પટેલ વાડી ધારી ખાતે તારીખ ૧૪/૦૮/૨૦૨૨ ને રવિવાર નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમ ના પ્રારંભે પ્રવીણભાઈ કસવાળા એ ઉપસ્થિત સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમા વિશિષ્ટ પ્રતિભાઓ નિવૃત કર્મચારીઓ વિવિધ ક્ષેત્રમા ફરજ બજાવતા કર્મચારીઓ સન્માન કરવામાં આવ્યું મોટીવેશન સ્પીકર ડૉ પવન દ્વિવેદી સાહેબ દ્રારા સાંપ્રત પરીસ્થીતી વિષે માર્ગદર્શન આપ્યું વિઠ્ઠલ તીડી વેબસીરીજ નાં લેખક મુકેશભાઈ સોજીત્રા હાજર રહેલ. તેમજ પોતાનાં વક્તવ્યમાં સમાજ ના સંગઠન પર ભાર મૂક્યો હતો.આ સાથે સાથે વિશિષ્ટ પ્રતિભા તેમજ નિવૃત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ત્રિવિધ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં સદસ્ય શ્રીમતી કમળાબેન ખોડાભાઈ ભુવા,અશ્વિનભાઈ કુંજડીયા,તાલુકા પ્રમુખ જયશ્રીબેન કાનાણી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓનું પણ સન્માન કરેલ.આ કાર્યક્રમમાં ,ખોડાભાઈ ભુવા, ડૉ વાડદોરીયા સાહેબ, ડૉ.ગોંડલીયા સાહેબ તેમજ પટેલ સમાજ ના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.કાર્યક્રમનુ સુંદર અને સફળ સંચાલન પ્રા. હરેશભાઈ બાવીશી દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ ને સફળ બનાવવામાં રસિકભાઈ સખરેલીયા, મનસુખભાઇ રામાણી, , મુકેશભાઇ કાનાણી, મનસુખભાઇ વસ્તાણી, દિનેશભાઇ સોજીત્રા, નારણભાઇ સતાસિયા, વિપુલભાઈ ગાજીપરા, રમેશભાઈ ઠુમર,ગીરીશભાઈ લહેરી, સુરેશભાઇ સભાયા, રમેશભાઇ અંટાળા, આશિષભાઈ તેજાણિ, લલિતભાઈ દેસાઇ, રમેશભાઈ ભુવા, રોહિતભાઈ માળવિયા, વિજયભાઈ કોરાટ, સુરેશભાઇ દેસાઈ , જયસુખભાઈ હરખાણી , નૈમિષભાઈ વિરડીયા , સંજયભાઈ આંસોદરિયા , મુકેશભાઇ રાદડીયા એ જહેમત ઉઠાવેલ.
Recent Comments