અમરેલી

શ્રી મતિ ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ને વીરબેક એનિમલ હેલ્થ કેર ઇન્ડિયા પ્રા લી દ્વારા આરો પ્લાન્ટ લોકાર્પણ

દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થાન શ્રી મતિ ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ને વીરબેક એનિમલ હેલ્થ કેર ઇન્ડિયા પ્રા લી પશુ દવા બનાવતી કંપની તરફ આરો પ્લાન્ટ લોકાર્પણ કરાયું હતું વીરબેક ના સી એસ આર પ્રોજેકટ દ્વારા એરિયા મેનેજર શ્રી જીતુભાઇ  સેદાણી તે દામનગર ના શાખપુર પૂર્વ મેડિકલ ઓફિસર ના પુત્રરત્ન સહિત ના સ્ટાફ ના વરદહસ્તે ઉનાળા ની કાળજાળ ગરમી (ગિષ્મ માં હિમાલય જેવો હેત) દર્શાવી શ્રી મતિ ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ માં વિદ્યાઅભ્યાસ કરતી ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થી બહેનો માટે (આરો) પ્લાન્ટ નું લોકાર્પણ કર્યું॰

વિરબેક એનીમલ હેલ્થ પ્રા.લી. તરફથી આરો પ્લાન્ટ અર્પણ કરતા શ્રીમતી ઝેડ. એમ.અજમે૨ા ગર્લ્સ હાઈસ્કૂલ દામનગર ને પીવા માટે શુધ્ધ કરેલ અને ઠંડુ થયેલ પાણીની સગવડતા મળી રહે તેવી ઉત્તમ ભાવના સાથે વિરબેક એનીમલ હેલ્થ પ્રા. લી. તરફથી R.O પ્લાન્ટ વીથ વોટર કુલ૨ની જે સગવડતા કરી આપવામાં આવતા સમગ્ર શાળા પરિવાર સ્ટાફ એવમ વિધાર્થીની બહેનો તથા શાળા પરિવાર તરફ થી દાતા કંપની પ્રત્યે અતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો.

શ્રી મતિ ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસુકલ માં અભ્યાસ કરતી હજારો દીકરી ઓ માટે આરો પ્લાન્ટ ની બહુમૂલ્ય ભેટ બદલ સર્વત્ર ખુશી વ્યાપી હતી સમગ્ર શાળા પરિવાર તરફ થી દાતા પરિવાર કંપની ના સર્વ મહાનુભવો નો સત્કાર કરાયો હતો .

Related Posts