અમરેલી

શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ દ્વારાસાવરકુંડલામાં પુ. પા. ગૌ. શ્રીવિઠલેશરાયજી મહારાજનો ૧૦૬ મો પ્રાગટયદિન ઉજવાશે.

સાવરકુંડલા શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ દ્વારા શ્રાવણ સુદ પસોમવાર તા. ૨૧-૮- નાનિ.લી. પુ. પા. ગો. ૧૦૮ શ્રીવિઠલેશરાયજી મહારાજનો ૧૦૬ મો પ્રાગટયદિન ઉજવાશે .સવારે ૧૦:૦૦ બ્રહમસંબંધ,પલનાસવારે ૧૦:૩૦કલાકે નંદ ઉત્સવ સવારે ૧૧:૦૦ કલાકે, રાજભોગમા તીલક આરતી બપોરના ૧૧:૩૦ કલાકે, મહાપ્રસાદ બપોરના ૧:૦૦ કલાકે રાખેલ છે.રાજભોગમાં શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રીના ચિત્રજીને તિલક આરતી બપોરે ૧૨-૦૦ કલાકે થશે

આ પ્રસંગે રાજભોગમાં પૂ. વિઠ્ઠબાવાશ્રીના તિલક તથા કેસરી સ્નાન થશે. માળા પહેરામણી કે મનોરથ માટે પૂરતી સગવડ છે. આપને ત્યાં બહારગામથી વૈષ્ણવો આવે તો બેઠકજીમાં પાતળની વ્યવસ્થા રાખેલ છે. (અગાઉથી જાણ કરવી જરૂરી છે), આપને ત્યાં આવતાં શુભ પ્રસંગોએ શ્રી મહાપ્રભુજીના બેઠકજીને યાદ કરતાં રહેશો. એમ આપશ્રીની આજ્ઞાથી જણાવવામાં આવ્યું છે. તા. ક. જે વૈષ્ણવોને બ્રહ્મસંબંધ લેવાનું હોય તેણે આગલા દિવસે ઉપવાસ કરી ઉત્સવના દિવસે સવારે ૯-૦૦ કલાકે બેઠકજીએ આવી જવું. ભાઈઓએ ધોતી તેમજ બહેનોએ સાડી પહેરીને આવવું એમ જણાવવામાં આવ્યું છે અખંડ ભુમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટય પીઠના ગૃહાધિપતિ નિ.લિ. પુ. પા. ગૌ. ૧૦૮ શ્રી વૃજજીવનલાલજી મહારાજ દાદાજી તથા પુ.પા.ગૌ. ૧૦૮ સોમયાજી દિક્ષિત અનંતશ્રી વિભુષિત દ્વારકેશલાલજી મહારાજશ્રીની અને પુ.પા. ગૌ. ૧૦૮ શ્રી પુરૂષોતમલાલજીમહારાજ (પુ. રાજુબાવા) તથા અનુગ્રહરાયજી મહોદયની આજ્ઞા અને સાનિધ્યમા ધામધુમથી ઉજવવામા આવશે.મુખ્ય મનોરથી પ.ભ. ગૌ. વા. રાજાભાઈ જીવરાજભાઈ પટોળીયા (ઓળીયા) હ.પ. ભ. હસમુખભાઈ રાજુભાઈ પટોળીયાપરીવાર છે.

Follow Me:

Related Posts