શ્રી મોઢ ચાતુર્વેદિય ચુથા સમવાય બ્રાહ્મણ મગોડિયા શુક્લ કુટુંબનો ચોથો યજ્ઞ સંપન્ન
ઉમરાળા શ્રી મોઢ ચાતુર્વેદિય ચુથા સમવાય બ્રાહ્મણ મગોડિયા શુક્લ કુટુંબનો ચોથો યજ્ઞ ધોળા મુકામે તારીખ ૨૪/૧૨/૨૩ ના રોજ આચાર્ય શાસ્ત્રીશ્રી જયેશભાઈ શુક્લના અધ્યક્ષ પદે સતીમાતાના મંદિરે યજ્ઞ યોજવામાં આવેલ જેમાં કમિટીના સભ્યશ્રીઓ એ સેવાકીય કાર્યમાં સહયોગ આપેલ ભાવનગરના યજમાન પદે યોજાયેલ આ યજ્ઞમાં છ પરિવારના લોકોએ યજ્ઞમાં બેસવાનો લાભ લીધેલ તેમજ શ્રી જશુભાઈ, અશોકભાઈ, અશ્વિનભાઈ, ચેતનભાઇ ,દેવદત્તભાઈ, અને દીપકભાઈ શુક્લ સર્વે શુક્લ બંધુઓએ પણ સહયોગ આપેલ કુટુંબના દરેક પરિવાર સાથે હળે મળે અને લાગણીથી એકબીજાને મળે એ હેતુ સિદ્ધ થયેલ તેમની અંતરની લાગણી પરિવારને ભેગા રહેવા માટે આવા આયોજન ખૂબ જરૂરી હોય આજે આ હવન સફળતાપૂર્વક સંપન્ન થયેલ જેમાં માતાજીના દરેકે આશીર્વાદ લીધેલ અને બપોરે ભોજન ગ્રહણ કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ
Recent Comments