fbpx
ભાવનગર

શ્રી મોરારિબાપુના વ્યાસાસને આગામી રામકથાના આયોજનો

સમગ્ર વિશ્વમાં રામ ચરિત માનસ ગાન કરતાં શ્રી મોરારિબાપુ દ્વારા કથા ચરિત્ર સાથે માનવીય અભિગમ અને સામાજિક ચેતના જગાવવાનું કાર્ય થઈ રહ્યું છે. હાલમાં ઉત્તરપ્રદેશમાં શ્રાવસ્તી તીર્થ બાદ લીંબડી, અયોધ્યા, રવેચી માતા અને ખાંડા ધરમપુરમાં રામકથા આયોજનો થતાં લાભ મળશે.અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થાનના નવનિર્મિત ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ રહી છે, તેના એક માસ બાદ આ તીર્થમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાનાર છે.

શ્રી મોરારિબાપુના વ્યાસાસને તાજેતરમાં જ ભાવનગર જિલ્લાના સણોસરા લોકભારતીમાં રામકથા યોજાયા બાદ હાલ ઉત્તરપ્રદેશમાં શ્રાવસ્તી તીર્થમાં કથા ચાલી રહી છે. આંકડામાં જોઈએ તો ગત શનિવારથી શ્રાવસ્તી તીર્થમાં ૯૩૦મી કથા યોજાઈ છે.ગુજરાતમાં લીંબડી સ્થિત સુપ્રસિદ્ધ મોટા મંદિર શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠમાં શનિવાર તા.૩-૨-૨૦૨૪થી શ્રી મોરારિબાપુ રામકથા ગાન લાભ આપશે. આ કથાનો ક્રમ ૯૩૧મો હશે. સમગ્ર વિશ્વમાં રામ ચરિત માનસ ગાન કરતાં શ્રી મોરારિબાપુ દ્વારા ભારતવર્ષના મહાત્મ્ય ધરાવતા અયોધ્યામાં પણ રામકથા માટે ભારે ઉત્સાહ છે. અહીંયા શનિવાર તા.૨૪-૨-૨૦૨૪થી ઐતિહાસિક અને ૯૩૨મી યોજાશે.કથા ચરિત્ર સાથે માનવીય અભિગમ અને સામાજિક ચેતના જગાવવાનું કાર્ય થઈ રહ્યું છે, જે ભાવિક શ્રોતાઓ માટે ખૂબ અસરકર્તા રહેલ છે. વ્યાસપીઠ દ્વારા રામના ચરિત્ર સાથે રામના કામ એટલે જન જનનાં કલ્યાણ માટે સૂચક કાર્ય થઈ રહેલ છે.ગુજરાતમાં કચ્છ સ્થિત સુપ્રસિદ્ધ શક્તિ સ્થાનક રવેચી માતા મંદિર સાનિધ્યમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ૯૩૩મી કથા આયોજન થયેલ છે. અહી શનિવાર તા.૨૩થી રામકથા લાભ મળશે.

Follow Me:

Related Posts