શ્રી મોરારિબાપુની નિશ્રામાં શ્રી હનુમંત જન્મોત્સવ પ્રસંગે શાસ્ત્રીય વાદ્ય સંગીત કાર્યકમ યોજાયો
શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે શ્રી મોરારિબાપુની નિશ્રામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે શાસ્ત્રીય વાદ્ય સંગીત કાર્યક્રમ યોજાઈ ગયો.
ચિત્રકૂટધામમાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે મંગળવાર તથા બુધવારે સંગીત મહોત્સવમાં બુધવાર સાંજે પંડિત શ્રી રાહુલ શર્મા દ્વારા સંતૂર વાદન અને ઉસ્તાદ શ્રી ફઝલ કુરેશી દ્વારા તબલા વાદન સંગતિ માણવા મળી.
શ્રી મોરારિબાપુ પ્રેરિત ત્રિદિવસીય હનુમંત જન્મોત્સવ પ્રસંગે થયેલા આયોજનમાં શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષીએ પ્રારંભિક પરિચય અને આવકાર ઉદ્બોધન કરેલ.
Recent Comments