શ્રી મોરારિબાપુ આજે અસ્વસ્થ થયાની અફવાનું ખંડન કરાયું છે.
આજે વહેલી સવારથી કેટલાક બિન આધારભૂત માધ્યમોમાં શ્રી મોરારિબાપુની તબિયત અચાનક બગડી હોવાની અફવાઓ વહેતી થતાં સ્વાભાવિક ચિંતા સાથેની પૂછપરછ શરૂ થઈ હતી.
શ્રી મોરારિબાપુની તબિયત બગડી હોવાની વાતમાં કશું જ તથ્ય ન હોવાનું અને અફવા હોવાનું સ્પષ્ટ કરાયું છે. શ્રી મોરારિબાપુ તેમના નિયત ધાર્મિક સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્ત જ છે, જેથી કોઈએ ચિંતા કે વધુ ખોટી પૂછપરછ ન કરવા અનુરોધ કરાયો છે. આમ, તબિયત બગડી હોવાની વાતની અફવાનું સંપૂર્ણ ખંડન કરાયું છે.
શ્રી મોરારિબાપુ તેમના નિયત ધાર્મિક સામાજિક કાર્યોમાં વ્યસ્ત – અસ્વસ્થ થયાની વાત માત્ર અફવા

Recent Comments