આ વર્ષ થી “કાનજી ભુટા બારોટ – ૨૦૨૪” એવોર્ડ અપાઈ રહ્યો છે, ત્યારે આ વિચારબીજ પૂ. રતિદાદા, ડોકટર અબ્દુલ કલામની ભારતીય વૈજ્ઞાનિક સંસ્થાના ચેરમેન, વૈજ્ઞાનિક, ડૉકટર ચંદ્રમૌલી જોષી, ભારત ભૂષણ, યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ચલાલાના ડિરેક્ટર મહેશભાઈ મહેતાના મનમાં સ્ફૂર્યો અને મનુભાઈ કાનજીભાઈ બારોટ સાથે વિચાર વિમર્શ કરેલ,
પૂ. મોરારિબાપુના આશિર્વાદ તથા ડૉકટર કૌશિકરાય પંડ્યા, જેવા વિદ્વાનોના પરામર્શથી આ ભગીરથ કાર્ય આગળ વધ્યુ, સેવા – સંસ્કાર – શિક્ષણની ત્રિવેણી એટલે પૂ. રતિદાદા એ આ બીડુ ઝડપી, અમલમાં મૂકી, અદભૂત કાર્ય કરવા જઈ રહ્યા છે, ત્યારે ખરેખર તો કાનજી ભુટા બારોટ ભારતીય જ્ઞાન પરંપરાના ઉદ્ઘોષક હતા, સૌરાષ્ટ્રની લોક સંસ્ક્રુતિનું ઘડતર, ચણતર કર્યું, કાનજીભાઈ બારોટ ઇતિહાસકાર, લોક સંશોધક, લેખક વિગેરે બહૂમુખી પ્રતિભા ધરાવતા હતા,
એમની સ્મૃતિમાં “કાનજી ભુટા બારોટ – ૨૦૨૪” એવોર્ડ પૂ. મોરારિબાપુ ના હસ્તે શરૂ થવાનો હોય ત્યારે આપણે પણ આ ઘડીના સાક્ષી બનીએ,બારોટ સમાજનું ગૌરવ તથા પૂ. દાન મહારાજ ની ભૂમિ ને કર્મભૂમિ બનાવનાર કાનજી ભુટા બારોટને કલા ક્ષેત્રનો ભારતવર્ષનો સર્વોચ્ચ એવોર્ડ ભારતીય સંગીત નાટક અકાદમી દિલ્હી, જે ૧૯૮૮ માં રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામન ના હસ્તે, ઉત્તરપ્રદેશ ની રાજધાની લખનૌ ખાતે અપાયો ત્યારે, ચલાલા , અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્ય ગૌરંવિત થયા, પૂ. મોરારિબાપુ એ “વાતું નો વડલો” ઉપમા આપી, પૂ. પ્રમુખ સ્વામી મહારાજે જેઓને “ગુજરાત રત્ન” કહ્યા, આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતની એક સભામાં બુલંદ અવાજ અને આગવી રીતે કાનજી ભુટા બારોટને યાદ કરેલાં, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સાહેબ કાનજીભાઈ બારોટને લોકસાહિત્યની હાલતી ચાલતી યુનિવર્સિટી કહેતા, દેશ – વિદેશ માં જ્યાં ગુજરાતી હોય ત્યાં કલાક્ષેત્ર માં કાનજીભાઈ બારોટે ડંકા દીધા, લોકસાહિત્ય ક્ષેત્રે જેમ ઝવેરચંદ મેઘાણી એ લોકવાર્તા લખી,એવી જ રીતે કાનજીભાઈ બારોટે લોકવાર્તા ને પોતાના બુલંદ અવાજ થી સ્વરદેહ આપ્યો, “જીથરા ભાભા થી માંડી સોમનાથની સખાતે, હમીર જી ગોહિલ અને પૂ. દાન મહારાજ થી માંડીને સંત જય જલારામ” સુધી હસ્ત લિખિત કથાઓને સ્વર દેહ આપ્યો, ગુજરાતના અગ્રગણ્ય અખબાર ફૂલછાબ થી માંડીને ગુજરાત સમાચાર સહિત અખબારોમાં વાર્તાઓ પ્રસિદ્ધ થઈ, ઊર્મિ નવરચનામાં વાર્તાઓ લખીને સમાજને ભેટ આપતા ગયા, લોક સાહિત્ય, શિષ્ટ સાહિત્યને જોડતી કડી એટલે કાનજીભાઈ બારોટ, ઉમાશંકર જોષી, સુન્દરમ્, કે. કા. શાસ્ત્રી જેવા સાહિત્ય જગતના વિદ્વાન ધુરંધરો કાનજીભાઈની વાર્તા સાંભળી ગદગદિત થયાં, તેમજ બંગાળના અભિનેતા, દિગ્દર્શક, પ્રોડ્યુસર, ઇતિહાસકાર, રાજનીતિજ્ઞ, એવા શ્રી ગિરીશ ક્રનાર્ડ જેઓએ કાનજીભાઈ વિશે એવું કહેલું કે “જુદા જુદા રાજ્યોમાં લોકવાર્તાઓ કહેવાય છે પણ કાનજીભાઈ એ સિતાર સાથે આગવી રીતે લોકવાર્તાઓ પીરસી, આવા સમર્થ વાર્તાકાર ભારતવર્ષ માં જોયા નથી, આ એક જ છે.”
એવા આપણા લોકસાહિત્યકાર *”કાનજી ભુટા બારોટ”* ની ૧૦૦ મી જન્મ જયંતી નિમિત્તે એમના નામથી જે એવોર્ડ શરૂ થઈ રહેલ છે તે સમગ્ર બારોટ સમાજ તેમજ સાહિત્ય જગત માટે ગૌરવ અને હર્ષની બાબત છે.
આ જન્મ જયંતિ નિમિત્તે તારીખ ૧૭-૨-૨૪ને બપોરે ૪-૩૦ કલાકે એવોર્ડ સમારંભ યોજાશે અને રાત્રિના
આઠ કલાકે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં લોકડાયરામાં અરવિંદ બારોટ, રાજભા ગઢવી, મેરામણ ગઢવી, ગોપાલ બારોટ, હિતેશ અંટાળા, અભિરાજ બારોટની ટીમ ડાયરાની મોજની જમાવટ કરશે.
Recent Comments