ગુજરાત

શ્રી રામચંદ્રજી ની પ્રતિષ્ઠા મહોત્સવ ને ભવ્યાતિ ભવ્ય અને યાદગાર બનાવવા દીપ આરતી તેમજ સમુહ પ્રસાદ યોજાશે

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહયો છે જેના અતંર્ગત તા.૨૨ ના રોજ વિરદાદા જશરાજજી શોર્યદીને લોહાણા બોર્ડીંગના વિશાળ પંટાગણ માં સમુહજ્ઞાતિ ભોજન રાખવામાં આવેલ છે તેમાં રાત્રે ૮ કલાકે રામદરબાર ની સમુહઆરતી નું આયાજન કરાયેલ છે.

જલ્યાણ ગ્રુપ ના ચેરમેન લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું કે તા.૨૨ ના રોજ સોમવારે રધુવંશીઓ માટે રૂડો અવસર છે જેની તડામાર તૈયારીઓ થઈ રહેલ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નીમીતે ધરે ધરે રંગોળી,દીવડાઓ પ્રગટાવવા માટે અપીલ કરાયેલ છે ૨૦૦૭ થી લોહાણા બોર્ડીંગ ના વિશાળ પંટાગણ માં વિરદાદા જશરાજજી ના શોર્યદીને સાંજે ૭ વાગ્યા થી સમુહ ભોજન નું આયોજન જ્ઞાતિજનો માટે કરાયેલ છે જેમાં દાદા ને નિવેધ ધરાવી પુજન કરવામાં આવશે આ કાર્યક્રમ માં સી.એ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

જલ્યાણ ગ્રુપ દ્વારા ૨૦૦૭ થી વિરદાદા જશરાજજીનો શોર્યદીન ઉજ વવામાં આવે છે જેમાં વેરાવળ ભાલકા ભીડીયા સોમનાથ ના લોહાણા જ્ઞાતિ રધુવંશી પરીવારોના દરેક ને ભોજન પ્રસાદીમાં ઉપસ્થિત રહેવા અપીલ કરા યેલ છે

Follow Me:

Related Posts