શ્રી રામદૂત હનુમાનજી મંદિરે સાવરકુંડલામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી
સાવરકુંડલા શહેરમાં આવેલ પંડ્યા શેરી, કડિયા વાડી પાસે આવેલ શ્રી રામદૂત હનુમાનજી મંદિરે હનુમાન પ્રાગટ્ય દિવસની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવેલ. નાના બાળકોને બટુક ભોજન તેમજ હનુમાનજી મહારાજના જન્મદિવસની ૧૪ કેક કાપીને ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવેલ. રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા હોથીભાઈ શેરી તથા પંડ્યા શેરી મિત્ર મંડળના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.
Recent Comments