શ્રી રામનવમીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે, અને સાવરકુંડલા શહેરમાં ઉજવણીની ભારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કબીર ટેકરી આશ્રમના પૂજ્ય મહંત શ્રી નારણદાસ સાહેબના આશીર્વાદથી શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે રામનવમી પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર રામલલ્લાની ભવ્ય લાઈવ ઝાંખીનું તારીખઃ ૧૬/૪/૨૪, મંગળવારે રાત્રે ૯ઃ૩૦ કલાકે દેવળા ગેટ, સાવરકુંડલા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઝાંખીમાં રામલીલાના દ્રશ્યોનું સુંદર નિરૂપણ કરવામાં આવશે. ૩૦ બાય ૧૬ નું ભવ્ય રામમંદિર અને મહાઆરતી આ પ્રસંગની શોભામાં વધારો કરશે. સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય ઝાંખીમાં ભાગ લેવા માટે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવેલ છે. તેમ યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
શ્રી રામનવમીની ભવ્ય લાઈવ ઝાંખી સાથે સાવરકુંડલામાં ઉજવણીનો ઉમંગ

Recent Comments