fbpx
અમરેલી

શ્રી રામ  વાત્સલ્ય ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સાવરકુંડલાના પ્રસિદ્ધ  સ્મારક ગિરધરવાવના પરિસરમાં વૃધ્ધાશ્રમનનું પ. પૂ. મોરારીબાપુ અને દાતાશ્રીઓ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવેલ

શ્રી રામ વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલાના પ્રસિદ્ધ પ્રાચીન સ્મારક ગિરધરવાવના પરિસરમાં પ. પૂ. મોરારીબાપુનનાં વરદહસ્તે આજરોજ ગિરધરઘદનું લોકાર્પણ થયું  પ્રસંગે દાતાશ્રીઓ સમાજશ્રેષ્ઠીઓ સંતો મહંતોની ઉપસ્થિતિમાં જીવનની ઢળતી સંધ્યા માટે શાંત, સલામત સુવિધા પૂર્ણ સારવારયુક્ત વૃધ્ધાશ્રમ અર્થાત્ વાત્સલ્યધામ નું લોકાર્પણ થયું આ સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા અને તેની સમગ્ર ટીમ દ્વારા એક અનોખા વૃધ્ધાશ્રમનું નિર્માણ થયું
આ પ્રસંગે યોજવામાં આવેલા ભવ્ય સમારંભમાં તમામ દાતાશ્રીઓનું સંન્માન કરવામાં આવ્યું હતું. મંચ પરથી સુભાષભાઈ ભટ્ટ જેવા જ્ઞાની ચિંતકનૂં મનનીય પ્રવચન રહ્યું હતું. સમગ્ર સમારંભમાં શહેર તેમજ બહારગામથી પધારેલ ઉપસ્થિત મહેમાનોની હાજરી પણ નોંધપાત્ર રહી હતી. આ તકે તમામ દાતાશ્રીઓનું સંન્માન પૂ. મોરીબાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.

આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતાએ પણ ખૂબ ભાવવાહી શબ્દોમાં આ પ્રોજેક્ટ કેમ અસ્તિત્વમાં આવ્યો તે વિશે વિશદ સમજ આપી. સમગ્ર સમારંભનું સંચાલન પ્રણવ પંડ્યા દ્વારા કરવામાં આવેલ. પોતાના ઘર જેવું જ વાતાવરણ અને વાત્સલ્ય મળે એ માટે સંસ્થાના અવિરત પ્રયાસો રહેશે. તેવી હૈયાધારણા પણ આ તકે આપવામાં આવી હતી. આ વૃધ્ધાશ્રમના કાયમી નિભાવ ખર્ચ માટે પણ કોઈ પાસે સામેચાલીને ફંડ ફાળો ઉઘરાવવામાં આવશે નહીં એટલે પ્રત્યક્ષ પ્રમાણને લક્ષમાં રાખીને જો કોઈના હ્રદયમાં સ્વૈચ્છિક યોગદાન આપવાની ઈચ્છા થાય તો દાન આપી શકે છે. આમ જોઈએ તો આ વૃધ્ધાશ્રમમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અને જીવનની ઢળતી સંધ્યાએ મૂંઝવણ અનુભવતાં વડીલોનું કાંઉન્સેલીંગ પણ કરવામાં આવનાર છે. લગભગ પેલી સપ્ટેમ્બરથી અહીં વૃધ્ધ અશક્ત વડીલોને પ્રવેશ આપવામાં આવશે. આ સંદર્ભે આ વૃધ્ધાશ્રમ વડીલો માટે આશીર્વાદ સમાન વૃધ્ધાશ્રમ ખરખર સાવરકુંડલા શહેર માટે એક આદર્શ પ્રેરણાસ્ત્રોત પણ બની શકે.
અંતમા સાવરકુંડલા શહેરની સુવિધામાં એક નધુ સગવડનું પિછુ ઉમેરાયું હાલ પૂરતા ૩૫ વૃધજનોની કેપેસિટી ને લક્ષમાં લઈને ૧ લી સપ્ટેમ્બરથી પ્રવેશ આપવામાં આવશે.

Follow Me:

Related Posts