અમરેલી

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા એસ.ટી.ડેપો સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે આંખના રોગનો નિદાન કેમ્પ યોજાયો. 

આજરોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા એસ.ટી. ડેપો સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા એસ.ટી. ડેપોમાં આંખના રોગોનો નિદાન કેમ્પ યોજાયો જેમાં એસ.ટી.ના ડ્રાઇવર,કંડકટર તથા અન્ય સ્ટાફ કુલ મળીને ૧૦૦ થી વધારે દર્દીઓ એ લાભ લીધો તેમાંથી ૨૦ થી વધારે દર્દીઓને મોતિયા, વેલ તથા ઝામરની તકલીફ હતી જેના માટે ઓપરેશનની સુવિધા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં નિશુલ્ક કરવામાં આવી છે. શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના આંખના રોગોના નિષ્ણાંત એવા ડો દેવ સોની (ગોલ્ડ મેડાલીસ્ટ) છે તેઓએ દર્દીઓને સારવાર આપી.સાવરકુંડલા એસટી ડેપોના મેનેજર  વિમલભાઈ નથવાણીએ સુંદર આયોજન બદલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સમગ્ર ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કરેલ. આ પ્રસંગે સાવરકુંડલા ના લોકપ્રિય ધારાસભ્ય  મહેશભાઈ કસવાળા પણ પ્રોત્સાહન આપવા હાજર રહેલ.

Related Posts