મતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકાર અને સ્પોર્ટ્ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વવારા આયોજિત ખેલ મહાકુંભ 2.0 ની સાવરકુંડલા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન શ્રી લોકવિદ્યા મંદિર થોરડીના આંગણે યોજાયું હતું જેમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મું. કાંતિભાઈ પરસાણા,સાવરકુંડલા તાલુકા ખેલ મહાકુંભના સંચાલક અને શ્રી કે.કે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયા, કન્વીનર બિપીનભાઈ રાઠોડ તેમજ સાવરકુંડલા તાલુકાના વ્યાયામ શિક્ષકશ્રીઓ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલ મહાકુંભનું ઉદઘાટન સંસ્થાના બાળકોએ સુંદર પ્રાર્થનાથી થયું હતું.મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી.
સંસ્થાના મેને.ટ્રસ્ટી કાન્તિદાદાના આશીર્વચન અને સ્પર્ધાના સંચાલક ચેતનભાઈ ગુજરીયાએ પ્રસંગોચિત ઉદ્દબોધન અને સ્પર્ધામાં ખેલદીલીનું મહત્વ વિશે ખેલાડીને પ્રેરણા આપી હતી.કન્વિનર શ્રી બીપીનભાઈ રાઠોડે સ્પર્ધકોને રમતના નિયમો તેમજ જીત માટેની શુભકામનાઓ આપી હતી. રસાકસીભરી આ કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓની અંડર 14 માં સાવરકુંડલાની શાળા બ્રાન્ચ નં 5, અંડર 17 માં લોકવિદ્યા મંદિર થોરડી અને ઓપન એજ ગ્રૂપમાં આદસંગની ગીર 1ટીમ વિજેતા થઇ હતી. કબડી બહેનાના વિભાગમાં અંડર 14 માં કૃષ્ણગઢ પ્રાથમિક શાળા,અંડર 17 માં એસ. એમ જી. કે.-સાવરકુંડલા અને ઓપન એજ ગ્રૂપમાં કાણકિયા કૉલેઝ સાવરકુંડલાની ટીમો વિજેતા થઇ હતી. ખેલ મહાકુંભ કબડી સ્પર્ધાના તમામ ખેલાડીઓને સંસ્થા દ્વારા સરસ મજાના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સફળ આયોજન બદલ સંસ્થાને અને સમગ્ર વ્યાયામ શિક્ષક ટીમને સંચાલક ગુજરીયા સાહેબે આભાર સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments