fbpx
ભાવનગર

શ્રી વલ્લભીપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ. વલ્લભીપુરની વ્યવસ્થાપકસમિતિના સભ્યોની તા. ૨૯/૦૭/૨૦૨૪ ની સ્થિતિએ આખરી મતદાર યાદી તૈયાર કરવામાં આવી

શ્રી વલ્લભીપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. વલ્લભીપુરના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની તા. ર૯/૦૭/૨૦૨૪ ની સ્થિતિએ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતમાં નિયમો-૧૯૮૨ હેઠળ શ્રી વલ્ભીપુર તાલુકા સહકારી ખરીદ
વેચાણ સંઘ લી. વલ્ભીપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી સબંધિત તૈયાર કરાવેલ કામ ચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ આ મતદાર યાદી સામે વાંધા દાવા રજુ કરવા જણાવવામાં આવતા રજુ થયેલ વાંધાઓનો નિકાલ કરી નિયમ-૭ મુજબ આખરી મતદાર યાદી તૈયાર કરી મંડળી/સંઘના મતદાર જોગ તા. ૨૯/૦૭/૨૦૨૪ ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી ભાવનગર (બહુમાળી ભવન) તથા શ્રી વલ્લભીપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. વલ્ભીપુરની મુખ્ય કચેરીમાં ઉપરાંત નાયબ કલેકટરશ્રી, શિહોરની કચેરી ખાતે પ્રસિધ્ધ કરવામાં આવશે જે નાયબ કલેકટરશ્રી, શિહોર ની યાદીમાં જણાવાયુ છે.

Follow Me:

Related Posts