શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર માં એક જ દિવસ માં એકસાથે ત્રણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ
સૌપ્રથમ કેમ્પમા એચસીજી હોસ્પિટલ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે હૃદય ના રોગોના નિષ્ણાત (કાર્ડિયોલોજિસ્ટ) ડો. રેનીશ બેરા સાહેબે ૪૦ થી વધારે હૃદય રોગના દર્દીઓ ની તપાસ કરી તેમાંથી જરૂરી લાગતા 30થી વધારે દર્દીઓનું ઇકો કાર્ડિયોગ્રામ પણ કર્યું.
કેમ્પ દરમિયાન મહત્વની બાબત એ છે કે ડોક્ટર રેનીશ બેરા સાહેબે બધા દર્દીઓને પૂરતો સંતોષકારક સમય આપી અને તેમના આરોગ્ય બાબતની વિસ્તૃત માહિતી આપી. જે કેમ્પનો સમય બપોરે 2:00 વાગ્યા સુધી રાખવામાં આવેલ તે કેમ્પ સાંજે 6:30 વાગે સમાપ્ત થયેલ, અલબત્ત સાવરકુંડલા મુકામે આરોગ્ય ક્ષેત્રની મર્યાદાઓને ધ્યાનમાં રાખતા કાર્ડિયોલોજી નો કેમ્પ કરવું તે ખૂબ કઠિન છે તેવી સ્થિતિ માં સૌપ્રથમ વખત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આ કેમ્પ યોજાયો જેમાં અમૂલ્ય સહકાર બદલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, એચસીજી હોસ્પિટલ રાજકોટ, તેમના સંચાલક ડો. વસંતભાઈ પટેલ સાહેબ તથા ડો. રેનિશ બેરા સાહેબ તથા તેમની ટીમનો આભાર માને છે.
બીજા કેમ્પ ની વાત કરીએ તો યુરોલોજી વિભાગનો ત્રીજો કેમ્પ સતત ત્રીજા અઠવાડિયે યોજવામાં આવેલ જેમાં યુરોલોજિસ્ટ ડો. કેતન પંડ્યા સાહેબે ત્રણ ઓપરેશન કરેલ તથા 25 થી વધારે દર્દીઓની તપાસ કરેલ.
જ્યારે ત્રીજા કેમ્પ ની વાત કરીએ તો કીમોથેરાપી ના કેમ્પમાં સુરતથી આવતા ઓનકો ફીઝિશિયન ડો. હનીબેન પારેખે આ વખતે ની વિઝીટ માં સૌપ્રથમ વાર એક સાથે 11 દર્દીઓને કીમો થેરાપી આપેલ જેમાં ડો. દર્શનાબેન શિયાળે તેમની સાથે રહી વ્યક્તિગત રીતે બધા દર્દીઓ ની સંભાળ લીધેલ.
આ ત્રણેય કેમ્પને સફળ બનાવવા ઉર્જસભર તથા સંસ્થા માટે હંમેશા ખડે પગે રેહનાર એવા ટ્રસ્ટી જયકાંત સંઘવી સાહેબે ખાસ બે દિવસ નો કિમતી સમય ફાળવી ભારે જેહમત ઉઠાવી અને સંસ્થા માટે સતત કાર્યશીલ એવા અશોકભાઈ કારિયા સાહેબે કેમ્પ માટે જરૂરી માર્ગદર્શન આપેલ.
Recent Comments