બોટાદ શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ – બોટાદ અને વિસામણબાપુની જગ્યા – પાળીયાદ ના સયુંકત ઉપક્રમે ભારતીય સંસ્કૃતિ અને ઋષિ પરંપરા નો વહન કરતી નવ દુર્ગા રાસોત્સવનું નવરાત્રિ અંતર્ગત ભવ્ય આયોજન મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ ના ભવ્ય પાર્ટી પ્લોટ માં કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમમાં પરમવંદનીય પૂજ્ય શ્રી.શ્રી.૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળા બા અને પાળીયાદ જગ્યા ના સ્વપ્ન દ્રષ્ટા એવા પરમ પૂજ્ય ભયલુ બાપુ પ્રેરક નિશ્રામાં સમગ્ર કાર્યક્રમ ૬ અને ૭ ઓકટોબર બે દિવસ માટે આયોજિત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઉત્સવ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે તેમજ સાહિત્ય અને કલાક ક્ષેત્રે જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાનું ઉત્તમ પ્રકારનું યોગદાન આપેલું છે. તેવા વિદ્યાર્થી ભાઈ બહેનોને સંસ્થા દ્વારા સંસ્થા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ વાલી અને વિદ્યાર્થીઓમાંથી પણ નવરાત્રી રાસ દરમિયાન જેમની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ હતી તેઓને પણ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેલૈયા અને પ્રોત્સાહિત કરવા અને પ્રતિભાઓને પુરસ્કૃત કરવા માટે પૂજ્ય ભયલુબાપુ તેમજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક બલોળિયા,સમાજના શ્રેષ્ઠીઓ પ્રેસ મીડિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ – બોટાદ અને વિસામણબાપુની જગ્યા – પાળીયાદ ના સયુંકત ઉપક્રમે નવદુર્ગા રાસોત્સવ ૨૦૨૪

Recent Comments