શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ શ્રી એમ.આર.સંઘવી કોમર્સ સાવરકુંડલા ખાતે N.S.S./N.C.C/ રેડ ક્રોસ યુથ ક્લબ દ્વારા એક દિવસીય “સ્વચ્છતા અભિયાન” કાર્યક્રમ યોજાયો.
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ શ્રી એમ.આર.સંઘવી કોમર્સ સાવરકુંડલા ખાતે તારીખ ૨૫/૮/૨૦૨૩,શુક્રવારના રોજ N.S.S./N.C.C/રેડ ક્રોસ યુથ ક્લબ વિભાગ દ્વારા “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં એન.એસ.એસ./એન.સી.સી/રેડ ક્રોસ વિભાગના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ખૂબ ઉત્સાહ અને મહેનતથી કોલેજનું બિલ્ડીંગ, મેદાન, લાયબ્રેરી,સભાખંડ,બાગ-બગીચો,કોમ્પ્યુટર લેબ સમગ્ર કેમ્પસની સઘન સફાઈ કરી હતી. આ કાર્યક્રમના પ્રારંભમાં કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું,ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી પ્રિ.ડો.એસ.સી.રવિયા સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ આ કોલેજમાં કાર્યરત એવા પાંચ સફાઈ કર્મીઓનું કોલેજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રો.ડો.એમ.જે.પટોળીયા (N.S.S. પ્રોગ્રામ ઓફિસર)ના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિ.ડો.એસ.સી.રવિયા સાહેબ, વા.પ્રિ.પ્રો.રિન્કુબેન, ડો.એ.કે.પરમાર, ડો.દિલીપભાઈ ભટ્ટ, ડો. બી.ડી.વરુ, ડો.પી.ડી.રાણીપા,ડો.હરેશભાઈ દેસરાણી,પાર્થભાઈ ગેડિયા,ચૌહાણ વિપુલભાઇ તથા સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ જહેમત ઉઠાવેલ.
Recent Comments