સુરત સિંગણપોર, વિસ્તારમાં સ્થિત શ્રી શારદા વિદ્યામંદિર & શારદા એકેડમી તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ને મહારક્તદાન શિબિરનું આયોજન થયું હતું.
કાર્યક્રમમાં અધ્યક્ષ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતના સ્થાપક શ્રી રાજેશભાઈ નાકરાણી એવમ ઉદ્દઘાટક તરીકે શ્રીહરિભાઈ કથિરીયા લોકસમર્પણ બ્લડ બેંક, મુખ્ય મહેમાન તરીકે શ્રી સવજીભાઈ હૂણ આધ્યક્ષશ્રી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરત ડૉ.સંજયભાઈ ડુંગરાણી, પ્રમુખશ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, વિપુલભાઈ કળથિયા પ્રમુખશ્રી બોટાદ તાલુકા સમસ્ત પટેલ સમાજ પ્રગતિ મંડળ અને શાળાના પ્રમુખશ્રી ડો. ઝીણાભાઈ ખેની, ઉપપ્રમુખશ્રી હર્ષદભાઈ માવાણી, મંત્રીશ્રી સવજીભાઈ પટેલ તથા સંચાલકશ્રી જૈમિનભાઈ પટેલ અને શાળાના વાલીમિત્રો, શિક્ષકમિત્રો તથા જુદા જુદા વિસ્તારમાંથી પધારેલા રક્તદાતાશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શરુઆત કરાવી હતી. શ્રીસવજીભાઈ હૂણ તથા હરિભાઈ કથિરીયા દ્વારા પ્રાસંગિક પ્રવચન અને અભિનંદન આપ્યા હતા.
લોકસમર્પણ બ્લડ બેંકની પૂરી ટીમને તથા તમામ રક્તદાતાશ્રીઓનો શાળાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સંચાલકશ્રીએ આભાર માન્યો હતો. આખા જ કાર્યક્રમમાં જહેમત ઉઠાવી કુલ ૨૮૪ બોટલ રક્ત એકઠું થયું તે બદલ શાળા પરિવારે બન્ને માધ્યમના આચાર્યશ્રી, ઉંપાચાર્યશ્રીઓ, એચ.ઓ.ડી તથા તમામ સ્ટાફનો આભાર માન્યો હતો. તથા ખાસ ધોરણ-૧૧ કોમર્સના તમામ વોલીઅન્ટર વિદ્યાર્થિઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સહયોગી સંસ્થા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ તમામને અભિનંદન આપી બિરદાવ્યા હતા.સુરત શહેર માં અનેક વિધ સેવા નો પર્યાય પર્યાવરણ ક્ષેત્રે બેનમૂન કામ કરતી ૧૧૦ વખત રક્તદાન કરી ચૂકેલા ગ્રીન આર્મી ના મનસુખભાઇ કાસોદરિયા અને ગરીબ ગુરબા માટે આશીર્વાદ રૂપ સેવા કરતી સંસ્થા જય ભગવાન ટ્રસ્ટ ના વિપુલભાઈ નારોલા પણ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments